વડોદરા: શહેરના સયાજીબાગમાં આવેલ પ્રાણી સંગ્રાહલયમાં સહેલાનીઓ (Vadodara Sayajibagh Zoo) દૂર દૂરથી પ્રાણી સંગ્રાહલયમાં રહેતા સાબરના જૂંડને જોવા માટે આવે છે. પરંતુ તંત્રની નિષ્કાળજીના કારણે એક બાદ (Foot and mouth disease ) એક સાબરના મોત નિપજતા હાલ 14 સાબર માંથી માત્ર એક જ સાબર જીવિત રહ્યું છે. 13 સાબરના મોત નિપજ્યા હતા. આ સાબરોના ખરવો મોવાસા નામની જીવલેણ(Kharvo Movasa disease in sabers) બીમારીના કારણે મોત નિપજ્યા છે. જેને લઈને દૂર દૂરથી સાબરના જૂંડને નિહાળવા આવેલા સહેલાણીઓ નિરાશ થઈને પરત ફરી રહ્યા છે.
અન્ય સાબર લાવવા કાર્યવાહી
વડોદરાના સયાજીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયના(Sayajibagh Zoo) ક્યુરેટર ડૉ. પ્રત્યુશ પાટનકરે જણાવ્યું હતું કે, સાબરોને બચાવવા માટે અથાય પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે, તેમ છતાં એક બાદ એક એમ વારાફરતી 13 સાબરોના મોત નિપજ્યા હતા. સયાજીબાગમાં 13 સાબરોના મોત બાદ હાલ 1 જ સાબર જીવિત રહ્યું છે હવે બીજા ઝૂમાંથી સાબર લાવા માટે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે અને અંગે ઓથોરિટીને પત્ર પણ લખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃસક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના વયોવૃદ્ધ ધીર નામના સિંહનું મોત