વડોદરા શહેરમાં પુરગ્રસ્ત લોકોને સરકાર દ્વારા આર્થિક સહાય કેશડોલ્સની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી અસરગ્રસ્તોને કેશડોલ્સ મળ્યા ન હોવાના આક્ષેપ સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી બહાર અનેક લોકો ધરણા પર બેસી સુત્રોચ્ચાર કર્યા હતા. વડોદરામાં આવેલા પુરને 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ લોકો સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે.
વડોદરામાં પૂરગ્રસ્ત લોકોને કેસડોલ્સ ન મળતા ધરણા યોજ્યા - જનજીવન અસ્તવ્યસ્ત
વડોદરા: રાજ્યમાં અને વડોદરામાં પડેલા ભારે વરસાદથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલા પુરને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને કાંઠા વિસ્તારોમાં રહેતા લોકો સૌથી વધુ પ્રભાવિત થયા હતા.
vadodara
જેથી રોષે ભરાયેલા લોકોએ કલેક્ટર કચેરી બહાર સોમવારે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતની આગેવાનીમાં ધરણા યોજ્યા હતા. જો કે, પૂરની પરિસ્થિતિ બાદ અત્યાર સુધી તંત્રએ અંદાજે 6 કરોડની કેસડોલ અને ઘરવખરી માટે પૂર પ્રભાવિત 22 હજારથી વધુ પરિવારને સહાય ચૂકવી છે, પરંતુ હજુ લોકોને સહાય ન મળી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અગાઊ પણ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા રાજ્ય સરકારનું પૂતળા દહન કરી વિરોધ દર્શાવ્યો હતો.