ગુજરાત

gujarat

ETV Bharat / state

પાદરામાં કોરોના ગાઈડલાઈન પાલન કરાવવા વહિવટી તંત્રની ફ્લેગ માર્ચ

વડોદરાના પાદરામાં વહિવટી તંત્રે લોકોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરવા માટે ફ્લેગ માર્ચ યોજી હતી. વહિવટી તંત્રે માઈક એનાઉન્સમેન્ટના માધ્યમથી લોકોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા ચેતવણી આપી હતી.

પાદરામાં કોરોના ગાઈડલાઈન પાલન કરાવવા વહિવટી તંત્રની ફ્લેગ માર્ચ
પાદરામાં કોરોના ગાઈડલાઈન પાલન કરાવવા વહિવટી તંત્રની ફ્લેગ માર્ચ

By

Published : Dec 2, 2020, 1:55 PM IST

  • પાદરા પંથકમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા તંત્રની ફ્લેગ માર્ચ
  • વહિવટી તંત્રના તમામ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસ તંત્ર જોડાયું
  • પબ્લિક એનાઉન્સમેન્ટના માધ્યમથી લોકોને અપીલ કરી

પાદરાઃ શહેર-તાલુકામાં કોરોનાના વધતા કેસોને અંકુશમાં લાવવા પાદરા મામલતદાર કચેરીનું પાદરા નગર પાલિકા અને પાદરા-વડુ પોલીસ સહિતના તમામ વિભાગો દ્વારા નગરના વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગ પર ફલેગ માર્ચ કરવામાં આવી હતી. તમામને સાવચેતીના પગલા ભરવા અને નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. નિયમોનું કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. પાદરામાં દિવાળી બાદ પાદરા શહેર-તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના સંક્રમિત દર્દીઓનો વધારો થવા પામ્યો છે, જેને લઈ વહિવટી તંત્ર સજાગ બની હાલમાં કોરોનાના વધતા કેસોને અટકાવવા માટે પાદરામાં રોજે રોજ વહીવટીતંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

પાદરામાં કોરોના ગાઈડલાઈન પાલન કરાવવા વહિવટી તંત્રની ફ્લેગ માર્ચ

કોરોનાના કેસોને નાથવા માટે રોજ ફ્લેગ માર્ચ કરાશે
જેના ભાગરુપે પાદરા પોલીસ મથકે સામાજિક અને રાજકીય આગેવાનોની બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં કોરોના કેસોને નાથવા માટે પગલાં ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત જાહેર માર્ગો પર કડક અમલ કરવા તેમ જ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફલેગ માર્ચ નગરના વિવિધ મુખ્ય માર્ગ-સોસાયટીઓમાં ફરી હતી. સાથે તમામને પબ્લિક એનાઉન્સમેન્ટના માધ્યમથી સાવચેતીના તમામ નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. આ ફ્લેગમાર્ચમાં પાદરાના અલગ અલગ વિભાગના તમામ વહિવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા, જેમાં બાઈક દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત પહેરવા તથા તમામ નિયમોનું પાલન કરવા ચુસ્તપણે અમલ કરવા સૂચના આપી હતી.

ABOUT THE AUTHOR

...view details