સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પોહચ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે કોગ્રેસના 5 કાર્યકરોની અટકાયત કરી છે. નવાપુરા પોલીસ મથકે કાર્યકરોને અટકરી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકર મિતેશ પરમાર, મિતેશ ઠાકોર, વિજય બુમ્બડીયા, હસમુખ પરમાર, મનોજ ઈલ્લેની પોલીસે અટકાયત કરી હતી.
પાણી મુદ્દે હલ્લાબોલ કરનારા પાંચ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત - water issue in vadodara
વડોદરાઃ કોર્પોરેશન ખાતે શુક્રવારે પાણી મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી હતી. કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની સામાન્ય સભા પહેલા શહેરમાં પાણીની સમસ્યાને લઈને લોબીમાં સુઈને વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મેયરને ધક્કે ચઢાવ્યા હતાં. આ સમગ્ર મામલે પોલીસે કોગ્રેસના 5 કાર્યકરોની અટકાયત કરી હતી.
etv bharat
કોંગ્રેસ શહેર પ્રમુખ અને વિપક્ષી નેતા નવાપુરા પોલીસ મથકે પહોચ્યા હતા. આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે પોલીસ ફરીયાદ ખોટી ગણાવી હતી. શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ ફરીયાદ બાદ પણ પાણી માટે આંદોલન ચાલુ રાખવાની વાત ઉચ્ચારી હતી.