રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વૃદ્ધથી લઈને યુવાનોએ જોશભર્યા સંગીતના તાલે ઝુંબા વ્યાયામ કર્યો હતો. તેમજ મણિપુરના વ્યાયામ વીરોએ પરંપરાગત અને રોમાંચક ફુનાબા વ્યાયામના પ્રયોગો રજૂ કર્યા હતા.
રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે ફીટ ઈન્ડિયા જનઅભિયાનનો પ્રારંભ - Fit India Jan abhiyan
વડોદરાઃ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આર્પણ કરવા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસને ખાસ બનાવવા માટે ફીટ ઈન્ડિયા જન અભિયાનનો પ્રારંભ કર્યો હતો. જે અંતર્ગત વડોદરા જિલ્લામાં રમતો અને વ્યાયામને લગતાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.
રાષ્ટ્રીય ખેલ દિન નિમિત્તે ફીટ ઈન્ડિયા જન અભિયાનનો પ્રારંભ કરાયો
ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના છેલ્લા કથાનકમાં ફીટનેસને લઈ દેશવ્યાપી જાગૃતિ લાવવાની ઝુંબેશ આદરી હતી.
આમ, ભારત સરકારના ખેલ મંત્રાલયે રાજ્ય ખેલ વિભાગના સહયોગથી જન આંદોલનના ભાગરૂપે શારીરિક ચુસ્તી અને સ્ફૂર્તિનું અભિયાન ઉપાડ્યું હતું.