ગુજરાત

gujarat

ETV Bharat / state

Fire in Vadodara : મોટી કોરલ ગામના આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ, જૂઓ વીડિયો - વિડીયો

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટી કોરલ ગામમાં આવેલા સુપ્રસિધ્ધ આશાપુરા માતાના ( Ashapura temple ) મંદિરમાં વહેલી સવારે ભીષણ આગ ( Fire incident in moti koral ashapura temple ) લાગી હતી. મંદિરમાં ફસાઇ ગયેલા પૂજારીનો જોકે બચાવ થયો હતો.

Fire in Vadodara :  મોટી કોરલ ગામના આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ, જૂઓ વીડિયો
Fire in Vadodara : મોટી કોરલ ગામના આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ, જૂઓ વીડિયો

By

Published : Nov 16, 2021, 2:15 PM IST

  • મોટી કોરલ ગામમાં મંદિરમાં આગ ( Fire ) લાગી
  • આગમાં ફસાયેલા પૂજારીને લોકોએ બચાવ્યાં
  • માતાજીની મૂર્તિ સિવાય બધું બળીને ખાખ થયું

વડોદરાઃ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટી કોરલ ગામમાં આવેલા સુપ્રસિધ્ધ આશાપુરા માતાના મંદિરમાં ( Ashapura temple ) વહેલી સવારે ભીષણ આગ ( Fire incident in moti koral ashapura temple ) લાગી હતી. આગ ( Fire ) ફાટી નીકળતા મંદિરમાં ફસાઇ ગયેલા પૂજારીનો બચાવ ગામજનોએ કર્યો હતો. આ ભીષણ આગમાં માતાજીની મુર્તિઓ સિવાય તમામ ચીજવસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી.

વહેલી સવારે લાગી હતી આગ

આશાપુરા માતાના મંદિરમાં ( Ashapura temple ) વહેલી સવારે આગ ફાટી ( Fire incident in moti koral ashapura temple ) નીકળી હતી. જેને લઇ થોડો સમય વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. મંદિરમાં આગ ( Fire ) લાગવાથી મંદિરમાં સૂઇ રહેલા પૂજારી ફસાઇ ગયાં હતાં. મંદિરની જાળી ન ખુલતા તેઓએ બૂમો પાડતાં ગામલોકો દોડી આવ્યાં હતાં અને મંદિરના મહારાજને જાળી ખોલી બહાર કાઢી બચાવી લીધાં હતાં.

માતાજીની મૂર્તિ સિવાય બધું ખાખ થઇ ગયું

ફાયરબ્રિગેડે તરત આવી આગ કાબૂમાં લીધી

વડોદરા કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડને ( Vadodara Fire Brigade ) જાણ કરવામાં આવતા તરત જ લશ્કરો દોડી ગયાં હતાં અને એક કલાકની જહેમત બાદ સતત પાણીનો મારો ચલાવી આગને ( Fire ) કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. જોકે આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલાં માતાજીની મુર્તિઓને બાદ કરતાં તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાને લઇને ગામલોકોના ટોળેટોળા મંદિરે પહોંચી ગયાં હતાં. આગના બનાવનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ, આ આગ શોર્ટસર્કિટના કારણે ( Fire due to short circuit ) લાગી હોવાનું અનુમાન છે.

આ પણ વાંચોઃ Fire : નવસારીના ગ્રીડ નજીક ગુજરાત ગેસની મુખ્ય પાઇપલાઈનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

આ પણ વાંચોઃ સાવલી પોઈચા રોડ પર ભંડારી પાવરલાઈન કંપનીમાં લાગી આગ

ABOUT THE AUTHOR

...view details