વડોદરા:શહેરના લહેરીપુરા વિસ્તારમાં એક ઇલેક્ટ્રીક સામાનની દુકાનમાં રાત્રે 10 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. જેથી દુકાન પર આવેલ બે માળનું ઘર પણ આગના લપેટામાં આવી ગયું હતું. ફાયરબ્રિગેડની ટીમે બ્રિગેડ કોલ જાહેર કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે સદનસિબે આગની ઘટનામાં કોઇને ઇજા કે જાનહાની થઇ નથી. પરંતુ આ આગમાં દુકાનદારને તમામ સમાન અને કેબલ ખાખ થઈ જતા ભરપૂર નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે.
આગ કાબુમાં:વડોદરના લહેરીપુરા વિસ્તારમાં બેંક ઓફ બરોડા પાસે આવેલ મહેશ ઇલેક્ટ્રીક નામની દુકાનમાં રાત્રે 10 વાગ્યે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા કાફલો દોડી આવ્યો હતો. અને આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાનની ઉપર અને પાછળના ભાગે આવેલ બે માળના મકાનને લપેટામાં લઇ લીધું હતું. જેથી બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને ફાયરબ્રિગેડની 10 ગાડીઓએ વારાફરથી પાણીનો મારો ચલાવી સાથે ફોમ કેમિકલનો ઉપયોગ કરી એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો કપડાની માર્કેટમાં મોડી રાત્રે આગ ભભૂકી, કલાકોની જાહેમત બાદ કાબૂ
કારણ અકબંધ:આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ ઇલેક્ટ્રીક સામાનની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. દુકાન ઇલેક્ટ્રીક સામાન અને કેબલ હોવાથી આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કારણે એરિયાની આસપાસના લોકો પણ એકત્ર થઇ ગયા હતા. ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં માટે ફોર્મનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.