ગુજરાત

gujarat

ETV Bharat / state

વાઘોડિયા GIDCમાં આવેલી પ્લાસ્ટીકની કંપનીમાં આગ લાગી, આગ લાગવાનું કારણ અકબંધ - વાઘોડિય GIDCમાં આવેલી પ્લાસ્ટીક રિપ્રોસેસીંગ કરતી કંપનીમાં લાગી આગ

વડોદરા વાઘોડિયા GIDCમાં આવેલી પ્લાસ્ટીક રિપ્રોસેસીંગ કરતી કંપનીમાં અચાનત આગ લાગી હતી. આગ લાગતા GIDC વિસ્તાર ધુમાડાના ગોટાથી ઢંકાઇ ગયું હતું. કોરોના વાઇરસના કારણે GIDC લોકડાઉન હોવા છતાં, આગ કેવી રીતે લાગી તે અકબંધ છે.

વડોદર વાઘોડિય GIDCમાં આવેલી પ્લાસ્ટીક રિપ્રોસેસીંગ કરતી કંપનીમાં લાગી આગ
વડોદર વાઘોડિય GIDCમાં આવેલી પ્લાસ્ટીક રિપ્રોસેસીંગ કરતી કંપનીમાં લાગી આગ

By

Published : Apr 11, 2020, 8:29 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

વડોદરા : વાઘોડિયા GIDC પ્લોટ નંબર-184માં બાલાજી એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં પ્લાસ્ટીકનું પ્રોસેસીંગનું કામ કરવામાં આવે છે, ત્યારે અચાનક કંપનીના પાછળના ભાગે આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલીક ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને પાણીમારો ચલાવી આગને કાબુમાં કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, હાલ વાઘોડિયા GIDC કોરોના વાઇરસના કારણે લોકડાઉન છે, ત્યારે સવારે આ પ્લાસ્ટીક પ્રોસેસીંગ કરતી કંપનીમાં આગ ફાટી નીકળતા કંપનીના માલિકને દોડી આવ્યા હતા. આ સમગ્ર બનાવને પગલે મહત્વની વાત તો એ છે કે લોકડાઉન વચ્ચે આગ કેવી રીતે લાગી તે હજુ સુધી અકબંધ છે.

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details