ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં વિશ્વાસ કોલોનીમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ ફાટી નીકળી (Fire Broke Out In A Building In Alkapuri vadodara) હતી. મીટરમાં લાગેલી આગ જોતજોતામાં બિલ્ડિંગના પાંચમાં માળ સુધી પ્રસરી ગઈ હતી. જેને પગલે બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પહોંચીને ભારે જમહેત બાદ આગ પર કાબૂ મેળવ્યો (total health studio burnt) હતો.

fire-broke-out-in-a-building-in-alkapuri-vadodara-total-health-studio-burnt
fire-broke-out-in-a-building-in-alkapuri-vadodara-total-health-studio-burnt

By

Published : Jan 1, 2023, 7:36 PM IST

અલકાપુરી વિસ્તારમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ ફાટી નીકળી

વડોદરા:વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં વિશ્વાસ કોલોનીમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ ફાટી નીકળી (fire broke out in total health studei of vadodara) હતી. મીટરમાં લાગેલી આગ જોતજોતામાં બિલ્ડિંગના પાંચમાં માળ સુધી પ્રસરી ગઈ (Fire Broke Out In A Building In Alkapuri vadodara) હતી. જેને પગલે બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પહોંચીને ભારે જમહેત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.

આ પણ વાંચો31stની રાત્રે સોલામાં યુવકની હત્યા?, યુવકને મારી ઝાડીઓમાં ફેંકી દેવાયો હોવાની આશંકા

આગથી અફરાતફરી મચી:વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી વિશ્વાસ કોલોનીમાં ટોટલ હેલ્થ સ્ટુડિયો આવેલો (total health studio burnt) છે. આ સ્ટુડિયોમાં લાગેલા મીટરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી આગ લાગતા જ બિલ્ડિંગના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો દોડીને બિલ્ડિંગની બહાર આવી ગયા (total health studio burnt) હતા. મીટરમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. આગના બનાવને પગલે આસપાસના રહીશોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

આ પણ વાંચોકીમ ચાર રસ્તા નજીક આવેલ ફટાકડાની દુકાનમાં આગ લાગતાં અફરા તફરી મચી

આગ પર કાબુ મેળવ્યો:શરૂઆતમાં આગ મીટરમાં લાગી હતી પરંતુ ધીમે ધીમે આગ બિલ્ડિંગના પાંચમાં માળ સુધી ફેલાઈ ગઈ હતી જોકે ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો ફાયર બ્રિગેડની ટીમે ફાયર સેફ્ટીની સુવિધા અંગે પણ તપાસ શરૂ કરી છે.

'અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા,ત્યારે મીટરોમાં આગ લાગેલી હતી અને આગ ઉપર સુધી ફેલાઈ ગઈ હતી. અમે આવીને પાણીનો મારો ચલાવ્યો હતો. અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે. નીચે કોર્મશિયલ છે અને ઉપર રેસિડેન્સિયલ બિલ્ડિંગ છે. ઉપર જે લોકો હતા, તે બધા નીચે આવી ગયા હતા. અમે ફાયર સેફ્ટીની સુવિધા અંગે તપાસ કરી રહ્યા છીએ' ફાયર ઓફિસર

ભારે જમહેત બાદ આગ પર કાબૂ મેળવ્યો

સુરતમાં પણ લાગી આગ: નવા વર્ષના દિવસે સુરત ખાતે પણ અળગા લાગવાની ઘટના બનવા પામી હતી. સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની હદમાં આવેલ પપ્પુ ફટાકડા અને જનરલ સ્ટોર નામની દુકાનમાં વહેલી સવારે આગની ઘટના બની (fire broke out in a firecracker shop) હતી. કોઈ કારણોસર ફટાકડા અને જનરલ સ્ટોરીની દુકાનમાં આગ લાગતાં દુકાનમાં રહેલા ફટાકડા આગની લપેટમાં આવી ગયા હતા અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એક પછી એક ફટાકડા ફૂટતા લોકોમાં નાસભાગ મચી જવા પામી (fire broke out in a firecracker shop) હતી. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા સુમિલોન ફાયર અને કામરેજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી (fire fighter at fire spot) ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો. આગની ઘટનામાં દુકાન માલિકને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ અકબંધ (cause of the fire is still under investigation) છે.

ABOUT THE AUTHOR

...view details