પોરબંદર નજીકના હનુમાનગઢ ગામે બપોરે 1.45 કલાકે એક વાડીમાં અચાનક આગ ભભૂકતાં વાડીમાં રહેલ ચોપડાઓ બળીને ખાખ થઇ ગયા હતા. જેમાં અંદર રહેલા સાત બાળકોમાંથી 3 માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 4 બાળકોને ગામ લોકોએ બચાવી લીધા હતા.
પોરબંદર નજીકના હનુમાનગઢ ગામ પાસે વિજયભાઈ કેશવાલાની વાડીમાં મધ્ય પ્રદેશથી આવેલા મજૂર પરિવાર કામ અર્થે આવેલા હતા અને તેના બાળકો ઝૂપડામાં હતા. તે સમયે બપોરે 1.45 કલાકે એકાએક આગ ભભૂકતા ઝૂંપડામાં સાત બાળકો રમતા હતા. તેને પણ આગની ઝપેટમાં લઇ લીધા હતા અને બાજુમાંથી રસ્તો પસાર થતો હતો, ત્યાંથી પસાર થતા ચંદ્રેશભાઇને ધ્યાન પડતા તાત્કાલિક અન્ય લોકોને બોલાવી પાણીના મારા ચલાવ્યા હતા અને 4 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા.