વડોદરાઃ શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ રત્નદીપ ડુપ્લેક્ષમાં આવેલા એક મકાનના ઉપરના માળે આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા વિસ્તારમાં ભારે અફરા તફરી મચી ગઇ હતી. આગ લાગી હોવાનું માલુમ પડતાં સમય સૂચકતા દાખવી મકાનના તમામ સભ્યો બહાર દોડી આવ્યાં હતાં. જેથી વધુ જાનહાની ટળી હતી.
અહીં મંદિરના દીવાને કારણે લાગી ભીષણ આગ, અફરા તફરીનો માહોલ સર્જાયો - Vadodara news
વડોદરા શહેરના ગોત્રી વિસ્તાર સ્થિત રત્નદીપ ડુપ્લેક્ષના એક મકાનના મંદિરમાં દીવામાં ધી વધી જતા આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

ગોત્રી વિસ્તાર સ્થિત રત્નદીપ ડુપ્લેક્ષના એક મકાનમાં મંદિરમાં પ્રગટાવાયેલ દિવાને કારણે લાગી આગ
અહીં મંદિરના દીવાને કારણે લાગી ભીષણ આગ, અફરા તફરીનો માહોલ સર્જાયો
આ બનાવને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં વડીવાડી ફાયર તુરંત જ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સબ ફાયર ઓફિસર એચ.કે.ગઢવીના જણાવ્યાનુસાર, મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. જેમાં વધારે પડતું ઘી નાંખવાથી આગ લાગી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.