ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના મંગળબજારમાં આવેલી 3 માળની ઈલેક્ટ્રિકની દુકાનમાં આગ - Vadodara news

વડોદરા શહેરના મંગળબજારમાં આવેલી 3 માળની ઈલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. આ આગમાં લાખોનું નુકસાન થયું હોવાની ભીતી સામે આવી હતી.

aa
વડોદરાઃ મંગળબજારમાં આવેલી 3 માળની ઈલેક્ટ્રિકની દુકાનમાં લાગી આગ

By

Published : Feb 10, 2020, 8:17 PM IST

વડોદરાઃ મંગળબજારમાં આવેલી 3 માળની રાકેશ ઈલેક્ટ્રિકની દુકાનમાં સાંજના સુમયે ઉપરના માળે આગ લાગતાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના અન્ય વેપારીઓ અને રાહદારીઓમાં નાસાભાગ મચી હતી.

વડોદરાઃ મંગળબજારમાં આવેલી 3 માળની ઈલેક્ટ્રિકની દુકાનમાં લાગી આગ

આ બનાવ અંગેની જાણ કરવામાં આવતાં તત્કાલ દાંડિયા બજાર ફાયર સ્ટેશનના લાશ્કરો બનાવના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. સોમવારે બજાર બંધ હોવાથી લોકોની ભીડ ઓછી હોવાને કારણે જાનહાની થતી ટળી હતી. જો કે,અન્ય આ દુકાનની સાથે સાથે અન્ય બીજી બંધ દુકાનો લપેટમાં આવી છે. કે, કેમ તે અંગે ફાયરબ્રિગેડના લાશ્કરોએ દુકાનના શટર તોડી આગળની કાર્યવાહી હાથધરી હતી.

ABOUT THE AUTHOR

...view details