વડોદરા : શહેરના સંગમ ચાર રસ્તા નજીક નક્ષત્ર એપાર્ટમેન્ટ આવેલું છે. જેના ગ્રાઉન્ડ ફ્લોર પર SBI બેન્કનું ATM આવેલું છે. સોમવારે વહેલી સવારે એટીએમમાં આગ લાગતા ભારે નાસભાગ મચી ગઇ હતી.
વડોદરા સંગમ ચાર રસ્તા પાસે SBI બેંકના એટીએમમાં આગ - fire news in vadodara
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીક આવેલ SBI બેન્કના ATMમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જે બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે તુરંત દોડી આવી હતી. તેમજ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, સદનસીબે ATM મશીનમાં રહેલ કેશ બચી ગયા હતા.
વડોદરા સંગમ ચાર રસ્તા પાસે SBI બેંકના એટીએમમાં આગ
ATM મશીનમાં આગ લાગતા કુતૂહલવશ લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતા. જેમાં કેટલાંક લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સફળતા મળી ન હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, વહેલી સવારનો સમય હોવાથી કોઇ જાનહાનીનો બનાવ બનવા પામ્યો ન હતો. તેમજ એટીએમ મશીનમાં રહેલ રોકડા રૂપિયાનો પણ બચાવ થયો હતો.