ગુજરાત

gujarat

વડોદરામાં મેઘકહેર બાદ સ્થિતી અસ્થવ્યસ્થ, અમુક વિસ્તારોમાં હજુ ઓસર્યા નથી પાણી

By

Published : Aug 5, 2019, 8:02 AM IST

વડોદરાઃ  શહેરમાં આશરે 20 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડવાને કારણે શહેરમાં સ્થિતી અસ્થવ્યસ્થ થઇ ગઇ હતી. શહેરના અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા. વરસેલા વરસાદના પાણીથી વિશ્વામિત્રી લેવલ પણ વધ્યું છે. માત્ર વડોદરા જ નહીં પણ પાદરાના કેટલાક ગામોમાં પાણી ભરાઈ ગયા છે.

વડોદરામાં મેકહેર બાદ સ્થિતી તેમની તેમ

જિલ્લામાં વરસેલા વરસાદથી વિશ્વામિત્રી નદી કિનારાના કેટલાક પાદરના વિસ્તારો પાણીમાં જોવા મળી રહ્યાં છે. કેટલાક ગામમાં વાહાન વ્યવહાર ખોરવાયા છે. જેનાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે પાણીમાં ફસાયેલા લોકોને વ્હારે પાદરાના ધારાસભ્ય જસપાલ પઢિયાર આવ્યા છે. જસપાલ મામલતદારની ટીમ સાથે નિરીક્ષણ કરી છેલ્લા ચાર દિવસથી ફસાયા લોકો સુધી પુરતી સહાય પહોંચાડી રહ્યા છે.

જિલ્લાના કેટલાક ગામોમાં ભરાયા પાણી

ABOUT THE AUTHOR

...view details