ગુજરાત

gujarat

ETV Bharat / state

ડભોઈમાં રાત્રી કરફ્યુનો મેસેજ વાયરલ થતાં લોકોમાં ડરનો માહોલ, ધારાસભ્યે કર્યો ખુલાસો - વડોદરા જિલ્લો

વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઇમાં રાત્રી કરફયુ નંખાયાના વહેતા થયેલા અહેવાલોને રદિયો આપ્યો છે. તેમજ ડભોઇના નાગરિકોને આવી કોઈ વાતથી ગભરાવાની જરૂર નથી એમ જણાવ્યું છે.

ડભોઈમાં રાત્રી કરફ્યુનો મેસેજ વાયરલ થતાં લોકોમાં ડરનો માહોલ, ધારાસભ્યે કર્યો ખુલાસો
ડભોઈમાં રાત્રી કરફ્યુનો મેસેજ વાયરલ થતાં લોકોમાં ડરનો માહોલ, ધારાસભ્યે કર્યો ખુલાસો

By

Published : Nov 24, 2020, 1:55 PM IST

  • ડભોઇમાં રાત્રી કરફ્યુ નથી: ધારાસભ્ય શૈલેષ મહેતા
  • રાત્રી કરફ્યુ નથી પણ માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અપીલ કરી
  • પીઆઇનો મેસેજ થયો હતો સોશિયલ મીડિયા પર વાઇરલ

વડોદરાઃ લોકોમાં વાયરલ મેસેજને લઇને ડરનો માહોલ ફેલાયો હતો. આ અંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ડભોઈના પોતાના વિધાનસભા માટે વિસ્તારના નાગરિકોને આ અંગે જાહેર સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે, ડભોઇમાં રાત્રી કરફયુના સમાચાર સાંભળતા ત્યાંના ધારાસભ્યની રૂએ તરત વડોદરાના જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

રાત્રી કરફ્યુ નથી પણ માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અપીલ કરી

કલેક્ટરે સ્પષ્ટતા કરી

ધારાસભ્ય શૈલેષ મહેતા સાથેની વાતચીતમાં કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે ડભોઇમાં કોઈપણ જાતનો રાત્રિ કરફયુ નાખવામાં આવ્યો નથી. જેની નગરજનોએ નોંધ લેવી એમ તેઓએ કલેક્ટર સાથેની વાતચીત બાદ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિવાળીના તહેવારો બાદ વધારો થયો છે જેને લઇને સરકારે અમદાવાદમાં કરફ્યુ તેમ જ સુરત, વડોદરા રાજકોટ જેવા મોટા શહેરોમાં રાત્રી કરફ્યુનું પાલન શરુ કરાવ્યું છે.

પીઆઇનો મેસેજ થયો હતો સોશિયલ મીડિયા પર વાઇરલ

રાત્રી કરફ્યુ નથી પણ માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અપીલ

સરકારની વારંવારની સ્પષ્ટતાઓ છતાં વારંવાર નિર્ણયો બદલતી સરકારની છવિના કારણે પણ લોકોને સરકારની સ્પષ્ટતાઓમાં વિશ્વાસ રહ્યો નથી ત્યારે સોશિઅલ મીડિયામાં અનેક પ્રકારના મેસેજ વાયરલ બની જાય છે અને લોકોમાં ગભરાટનો માહોલ ખડો થઈ જાય છે. ત્યારે ડભોઇ જેવા નાનકડા ટાઉનસિટીમાં પણ લોકો આવા મેસેજને લઇને ગભરાયાં હતાં અને ધારાસભ્યને પૂછાપૂછ કરી મૂકી હતી.

ABOUT THE AUTHOR

...view details