- ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાના પિતાનું મોત
- હાર્દિક 12:30 કલાકે ફ્લાઈટમાં મુંબઈથી આવશે
- કુણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ છોડીને રવાના
વડોદરા : ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું શનિવારની સવારે હૃદયરોગનો હુમલો આવવાને કારણે વડોદરામાં નિધન થયું હતું. જે કારણે કુણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ છોડીને વડોદરા રવાના થયો છે. જ્યારે હાર્દિક 12:30 કલાકે ફ્લાઈટમાં મુંબઈથી આવશે.
નાનપણથી પંડ્યા બંધુઓને ક્રિકેટમાં રસ હતો
ક્રિકેટર પંડ્યા બંધુના પિતા સુરતમાં ફાઇનાન્સનો વેપાર કરતા હતા. ત્યારબાદ તેમને વડોદરા ખાતે ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેવા માટે આવ્યા હતા. નાનપણથી જ હાર્દિક અને કુણાલને ક્રિકેટમાં ખૂબ રસ હતો. તેને લઈને પિતાએ તેમને ક્રિકેટ એકેડેમીમાં એડમિશન અપાવ્યું હતું. હાર્દિક અને કુણાલની IPLમાં પસંદગી બાદ પરિવારનું જીવન બદલાયું હતું. હાર્દિકનો IPLમાં શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ટીમમાં પણ તેને જગ્યા બનાવી હતી. ક્રિકેટર પંડ્યા બંધુઓના પિતાનું હૃદયરોગના હુમલાથી નિધન થતા 3:30 વડીવાડી સ્મશાનગૃહ ખાતે તેમનું અંતિમ ક્રિયા કરવામાં આવશે.