ગુજરાત

gujarat

ETV Bharat / state

ધર્મ પરિવર્તન કરનારી દીકરી પરત ઘરે ફરે એ પૂર્વે જ પિતાનું મોત - હિન્દુ યુવતીએ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધા

નાગરવાડા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતીએ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લેતા ચકચાર મચી ગઇ હતી. જ્યારે આ બનાવ બાદ યુવતીના પિતાની તબિયત બગડવા માંડી હતી. આ દરમિયાન રવિવારે રાત્રે યુવતીના પિતાનું અવસાન થયું હતું.

ધર્મ પરિવર્તન કરનારી દીકરી પરત ઘરે ફરે એ પૂર્વે જ પિતાનું મોત
ધર્મ પરિવર્તન કરનારી દીકરી પરત ઘરે ફરે એ પૂર્વે જ પિતાનું મોત

By

Published : Dec 28, 2020, 12:36 PM IST

  • નાગરવાડા વિસ્તારમાં રહેતી યુવતીએ કર્યું ધર્મપરિવર્તન
  • આ બનાવ બાદ યુવતીના પિતા ભાંગી પડ્યા
  • પિતાનું મોત થતાં યુવતી પોતાના ઘરે આવી

વડોદરા: નાગરવાડા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતીએ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લેતા આ બનાવે ચકચાર મચાવી હતી. જ્યારે આ બનાવ બાદ યુવતીના પિતાની તબિયત બગડવા માંડી હતી. આ દરમિયાન રવિવારે રાત્રે યુવતીના પિતાનું અવસાન થયું હતું.

નાગરવાડા વિસ્તારમનો લવજેહાદનો મામલો

નાગરવાડા વિસ્તારની હિન્દુ યુવતી વિધર્મી યુવકના પ્રેમમાં હતી અને યુવતી ઘર છોડી જતા તેના ભાઇએ પોલીસમાં અરજી આપી હતી. બીજી તરફ યુવતી અને વિધર્મી યુવક છોટાઉદેપુર ગયા હતા અને ત્યાંથી મુંબઈ ગયા હતા. જ્યાં યુવતીએ ધર્મપરિવર્તન કર્યું હતું અને ત્યારબાદ નામ બદલીને લગ્ન કર્યા હતા. યુવતીએ આ બાબતે પોલીસને પણ જાણ કરી હતી. બંને જણા વડોદરા આવતા તેના પરિવારજનોને જાણ થતાં બંનેને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.આખરે યુવતીને એક મહિલા કાર્યકરના ઘરે મોકલવામાં આવી હતી અને યુવકને તેના ઘરે પરત જવા દેવામાં આવ્યો હતો.

પુત્રીના આવા પગલાના કારણે પિતાને આઘાત લાગતા મોત

આ બનાવ બાદ યુવતીના પિતા ભાંગી પડ્યા હતા અને તેમની તબિયત બગડવા માંડી હતી. એક તબક્કે તો તેમણે ભોજન પણ બંધ કરી દીધું હતું. પરંતુ પરિવારના સભ્યોની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. આ દરમિયાન રવિવારે રાત્રે યુવતીના પિતાનું અવસાન થયું હતું.

પિતાનું મોત થતાં દીકરી અંતિમ દર્શન માટે આવી

હાલ સંબંધીને ત્યાં ધર્મ પરિવર્તન કરનાર યુવતી પિતાનું મૃત્યુ થયું હોવાની જાણ થતા પોતાના ઘરે આવી હતી. સોમવારે પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details