પાદરા APMCમાં ખેડૂત પ્રગતિના 8 પ્રતિનિધિઓનો વિજય, ફટાકડા ફોડી કરી ઉજવણી - Vadodara
વડોદરાઃ શહેરમાં પાદરા બજાર સમિતિના ખેડૂત વિભાગની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં 17 રાઉન્ડમાં 428 મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 20 મતો રદ થયા હતા. ત્યારે પાદરા APMCમાં ફરી એકવાર ભગવો લહેરાયો હતો.
![પાદરા APMCમાં ખેડૂત પ્રગતિના 8 પ્રતિનિધિઓનો વિજય, ફટાકડા ફોડી કરી ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3800781-thumbnail-3x2-vdr.jpg)
vadodara
પાદરા APMCમાં માજી ધારાસભ્ય દિનુમામાની ખેડૂત પ્રગતિ પેનલના 8 પ્રતિનિધિઓનો ભવ્ય વિજય થયો હતો. APMCની ચૂંટણીમાં સામે પક્ષે કોંગ્રેસના નરેન્દ્ર મુખીની ખેડૂત હિત રક્ષક પેનલનો પરાજય થયો હતો. જોકે પરિણામો આવ્યા બાદ વિજેતા ઉમેદવારોએ ફટકડા ફોડી વિજ્યોત્સવ મનાવ્યો હતો.
વડોદરા પાદરા APMCમાં ખેડૂત પ્રગતિના 8 પ્રતિનિધિઓનો વિજય