ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News : વડોદરામાં એક પરિવારે પાડોશી રિક્ષાચાલકના હાથ બાંધીને ઢોર માર માર્યો, વીડિયો થયો વાયરલ - family in Vadodara beat a cattle

વડોદરા શહેરના મકરપુરા વિજયવાળી વિસ્તારમાં દારૂની પોટલી કેમ કેંફી તે મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમજ બંને પરિવારે હુમલાની ફરિયાદ નોંધાવી છે.

family-in-vadodara-beat-a-cattle-by-tying-the-hands-of-a-neighbor-rickshaw-puller
family-in-vadodara-beat-a-cattle-by-tying-the-hands-of-a-neighbor-rickshaw-puller

By

Published : Jan 22, 2023, 7:13 PM IST

રિક્ષાચાલકના હાથ બાંધીને ઢોર માર માર્યો

વડોદરા:વડોદરા શહેરમાં પાડોશી વચ્ચે ઝઘડાની ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારે પાડોશી રિક્ષાચાલકના હાથ બાંધીને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરાના વિજય વાડીમાં પાડોશીએ ઠપકો આપતા આખા પરિવારે બાંધીને માર માર્યો હોવાની ઘટના બની છે. એક વ્યક્તિને બાંધીને માર મારતો વીડિયો વાયરલ થયો છે. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

શું બની હતી ઘટના?:વડોદરાના મકરપુરાના વિજયવાડી વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક હસમુખભાઇ સોલંકી ઘરે હાજર હતા. આ દરમિયાન હસમુખ સોલંકી અને તેમના પત્ની ઉર્મિલાબેને પડોશમાં રહેતા લતાબેન દિપકભાઇ પરમારને દારૂની ખાલી થેલીઓ અને કચરો અમારા તરફ કેમ નાખો છો, તેમ જણાવ્યું હતું. જેથી લતાબેન ઉશ્કેરાઈ ગયા અપશબ્દો બોલવા લાગ્યા હતા પાડોશી વચ્ચે ઝઘડાની ઘટના જેમાં એક પરિવારે પાડોશી રિક્ષાચાલકના હાથ બાંધીને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે વડોદરાના વિજય વાડીમાં પાડોશીએ ઠપકો આપતા આખા પરિવારે બાંધીને માર માર્યો હોવાની ઘટના બની છે. એક વ્યક્તિને બાંધીને માર મારતો વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચોSurat Crime News: નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીને તરછોડીને માતા ફરાર

પોલીસે તપાસ શરૂ કરી:હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના મકરપુરા માં એક પરિવારે પાડોશી રિક્ષાચાલકના હાથ બાંધીને ઢોર માર માર્યો હતો. દાવો છે કે, રિક્ષાચાલકે પાડોશમાં રહેતા દીપક નામના શખ્સને દારૂની પોટલીઓ ફળિયામાં ફેંકવા બાબતે ઠપકો આપ્યો હતો. જોકે, ત્યાર બાદ મામલો ઉગ્ર બન્યો હતો. દીપકનો પરિવાર એકઠો થઈ ગયો હતો અને પાડોશી રિક્ષાચાલકને ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિના હાથ બાંધી દેવાયા છે અને તેના પર સગીરા, મહિલા સહિતના લોકો હુમલો કરી રહ્યા છે. એક વ્યક્તિ તો લાકડી વડે રિક્ષાચાલકને ફટકારી રહ્યો છે. હુમલો કર્યાની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોNo Drugs in Surat City: સુરત SOG પોલીસે 50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી

રીક્ષાચાલકને માર મારતો વીડિયો વાયરલ:આ ઘટના વડોદરાના મકરપુરાના વિજય વાડીની હોવાનું સામે આવ્યું છે. પાડોશીએ ઠપકો આપતા આખા પરિવારે બાંધીને માર માર્યો હતો. હસમુખ રોહિત નામના રીક્ષાચાલકને માર મારતો વીડિયો વાયરલ થયો છે. દિપક પરમાર નામના શખ્સ અને તેના પરિવારે માર માર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details