વડોદરા : બરાનપુરાના કિન્નરોએ વારસિયા વિસ્તારમાંથી એક બનાવટી કિન્નરને ઝડપી પાડી પાડ્યો હતો અને મેથીપાક ચખાડી તેને વારસિયા પોલીસ મથકે લવાયો હતો. જ્યાં ફરિયાદ બાદ નર્મદાભુવન ખાતેથી જામીન પર મુક્ત થતાં વડોદરા શહેરના કિન્નરો તેને લઈ માંડવી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં જાહેરમાં બનાવટી કિન્નરના વાળ કાપી નાખતાં પૂરો મામલો સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો.
વડોદરાના કિન્નરોએ નકલી કિન્નરને ઝડપી બાદમાં એવી હાલત કરી કે તમે પણ જાણી દંગ રહી જશો
બરાનપુરા કિન્નર સમાજના અખાડાના કિન્નરોએ વારસિયા વિસ્તારમાંથી બનાવટી કિન્નરને ઝડપી પાડી માંડવી ખાતે લઇ આવી તેના જાહેરમાં વાળ કાપી નાખ્યા હતા. જેને લઈ બનાવટી કિન્નરે સિટી પોલીસ મથકે પહોંચતા વડોદરાના કિન્નરોઓ પણ સિટી પોલીસ મથકે પહોંચી કિન્નર સમાજનું નામ બદનામ નહીં કરવા અપીલ કરી કરી હતી.
કિન્નરોએ નકલી કિન્નરને ઝડપી બાદમાં એવી હાલત કરી કે તમે પણ જાણી દંગ રહી જશો
આ સમગ્ર મામલા અંગે વડોદરાના કિન્નર ઝોયા કુંવરે જણાવ્યું હતું કે એક નકલી કિન્નર અમારૂ અને અમારા ગુરુનું નામ હોઈ જેનું કાર્ડ લઈને ફરતો હતો અને ગેરપ્રવૃતિ કરતો હતો. જેના પગલે ન્યાયની માંગણી સાથે અમે લોકો પોલીસ મથક ખાતે પહોંચ્યાં હતાં.