વડોદરાઃ OSD ડૉ. વિનોદ રાવે જણાવ્યું હતું કે, આ મેસેજ ખોટો (ફેક) છે. આવા કોઈપણ પ્રકારના શટડાઉન કરવાની યોજના નથી. અમે અન્ય યોજનાઓ પર વિચાર કરી રહ્યાં છીએ અને સાંજ સુધીમાં તે અંગે જાહેરાત કરાશે. મહેરબાની કરીને આવા મેસેજને સાચો ના માનશો અને આવા ખોટા મેસેજને ફોરવર્ડ ના કરશો.
વડોદરામાં શટડાઉન ડિક્લેર થવાનો ખોટો મેસેજ વાયરલ, OSDએ કરી સ્પષ્ટતા
અમદાવાદ અને સુરતની જેમ વડોદરામાં પણ રાત્રે 12 વાગ્યા પછી શટડાઉન ડિક્લેર થવાનું હોવાથી આગામી 10 દિવસ ચાલે તેટલી શાકભાજી સહિતની ચીજવસ્તુઓનો સ્ટોક કરી લેવાનું જણાવતો એક ફેક મેસેજ આજે કેટલાંક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં વહેતો કરવામાં આવ્યો છે. જો કે, આ મેસેજ ફેક હોવાની સ્પષ્ટતા OSD ડૉ. વિનોદ રાવે કરી છે.
વડોદરામાં શટડાઉન ડિક્લેર થવાનો ખોટો મેસેજ વાયરલ, OSDએ કરી સ્પષ્ટતા
એકંદરે, હાલની ગંભીર પરિસ્થિતિમાં લોકોમાં ભય ફેલાવીને વિકૃત આનંદ પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવતાં તત્વો દ્વારા આ ખોટો મેસેજ ફેલાવવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા આ ખોટો મેસેજ ફેલાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરાશે તેવી માહીતી સૂત્રો જણાવી રહ્યા છે.