વડોદરામાં કાર પર હોસ્પિટલનું નકલી બોર્ડ લગાવી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગર ઝડપાયા - વડોદરામાં કાર પર હોસ્પિટલનું નકલી બોર્ડ
વડોદરામાં કાર પર હોસ્પિટલનું નકલી બોર્ડ લગાવી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યા હતા. કાર પર ઓન ડ્યુટી એસ.એસ.જી હોસ્પિટલનું બોર્ડ લગાવીને દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરની વડોદરા ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. પોલીસે રૂપિયા 2.12 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર થઇ ગયેલા અન્ય એક બુટલેગરની તપાસ હાથ ધરી છે.
fake-hospital-board-affixed-to-car-in-vadodara-two-bootleggers-caught-speeding
વડોદરાઃ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે.જે. પટેલને મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જેમાં ઓન ડ્યુટી એસ.એસ.જી હોસ્પિટલનું બોર્ડ લગાવીને પરશુરામ ભઠ્ઠા, મારવાડી મહોલ્લામાંથી નીકળેલી કારને રોકી હતી. કારમાં તપાસ કરતા કારમાં બનાવેલા ચોરખાનામાંથી રૂપિયા 7,900ની કિંમતની વિદેશી દારૂની 158 બોટલ મળી આવી હતી.