ગુજરાત

gujarat

ETV Bharat / state

નિવૃત્તિના એક દિવસ પહેલાં ભાંડો ફૂટ્યો, બનાવટી સીસીસી પ્રમાણપત્ર આપી વર્ષો સુધી કરી નોકરી

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં(Vadodara Sayaji Hospital ) એક નર્સનું સીસીસી પ્રમાણપત્ર બનાવટી (Fake CCC certificate of nurse ) હોવાનું બહાર આવ્યું છે. નર્સે 24 વર્ષનું ઉચ્ચતમ વેતન મેળવવા પ્રયત્ન કરતાં વાત બહાર આવી હતી. રાજ્ય સરકારના હુકમના આધારે સયાજી હોસ્પિટલના વહીવટી અધિકારીએ રાવપુરા પોલીસ (Ravpura Police )મથકમાં નર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

નિવૃત્તિના એક દિવસ પહેલાં ભાંડો ફૂટ્યો, બનાવટી સીસીસી પ્રમાણપત્ર આપી વર્ષો સુધી કરી નોકરી
નિવૃત્તિના એક દિવસ પહેલાં ભાંડો ફૂટ્યો, બનાવટી સીસીસી પ્રમાણપત્ર આપી વર્ષો સુધી કરી નોકરી

By

Published : Dec 30, 2022, 8:28 PM IST

વડોદરાવડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં (Vadodara Sayaji Hospital ) ફરજ બજાવતી નર્સનું સીસીસી પ્રમાણપત્ર બનાવટીહોવાનું (Fake CCC certificate of nurse ) પ્રકાશમાં આવ્યું છે. વર્ષ 1987 થી 2022 સુધી પાદરા, ઝઘડિયા ,વડોદરામાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. ફરજ દરમિયાન 24 વર્ષનું ઉચ્ચતમ વેતન મેળવવા પ્રયત્ન કરનાર સયાજી હોસ્પિટલની નર્સનું સીસીસી પ્રમાણપત્ર બોગસ હોવાનું બહાર આવ્યું છે. રાજ્ય સરકારના હુકમના આધારે સયાજી હોસ્પિટલના વહીવટી અધિકારીએ રાવપુરા પોલીસ મથક (Ravpura Police ) માં નર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો ટંકારા તાલુકામાં ચાર શિક્ષકો સર્ટિફીકેટમાં ચેડાં કરી ઉચ્ચ પગારનો લાભ લેતાં હોવાનો ઘટસ્ફોટ

વય નિવૃત્તિના એક દિવસ અગાઉ ભાંડો ફૂટ્યો અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે તેઓની વય નિવૃત્તિ હોય એક દિવસ અગાઉ જ પાપ છાપરે ચડી પોકાર્યું હતું. આ અંગે ફરિયાદી નરેન્દ્ર રાઠવા કે જેઓ સયાજી જનરલ હોસ્પિટલમાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે તેમણે ફરિયાદ નોંધાવી હતી કે હોસ્પિટલમાં આસિસ્ટન્ટ વર્ગ-૩ તરીકે ફરજ બજાવતી અર્ચના બાલકૃષ્ણ દેસાઈ (રહે. શુભમ પાર્ક સોસાયટી ગોત્રી રોડ) કે જેઓ વર્ષ 1987 થી 2022 સુધી સ્ટાફ નર્સ તરીકે વડોદરાના પાદરા, ઝઘડિયા અને વડોદરા ખાતે ફરજ બજાવી છે. તેઓની 31 ડિસેમ્બર વય નિવૃત્તિ છે ત્યારે 24 વર્ષનો ઉચ્ચતમ પગાર ધોરણ મંજૂર કરવા તેમને વર્ષ 2020 દરમિયાન અરજી આપી હતી.

આ પણ વાંચો ખોટા દસ્તાવેજ પર USA મોકલવાનું નેટવર્ક ઝડપાયું, 79 પાસપોર્ટ-વિઝા ડૉક્યુમેન્ટ જપ્ત

પ્રમાણપત્ર બોગસ હોવાનું સામે આવ્યુંવર્ષ 2013 દરમિયાન તેઓએ સીસીસી પરીક્ષા પાસ થયાનું પ્રમાણપત્ર તથા દસ્તાવેજો રજૂ કર્યા હતા. જે અંતર્ગત ફરિયાદીએ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા અધિક નિયામક તબીબી ગાંધીનગરને રજૂઆત કરતા મંજૂરી મળી હતી. ચકાસણી સમય પ્રમાણપત્ર બોગસ હોવાનું બહાર આવતા અધિક નિયામક આરોગ્ય અને તબીબ સેવાઓ તેમજ તબીબ શિક્ષણ ગાંધીનગર દ્વારા ફોજદારી કેસ દાખલ કરવા હુકમ કર્યો હતો.

પોલીસ મથકે ફરિયાદનર્સ 24 વર્ષનું ઉચ્ચતમ વેતન મેળવવા પ્રયત્ન કરતા સમગ્ર હકીકત સપાટી પર આવી હતી. વર્ષ 2022 દરમિયાન સીસીસી સર્ટીની ચકાસણી હેતુ ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ એન્ડ ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ગુજરાત સ્ટેટ ગાંધીનગરને સૂચન કર્યું હતું. જ્યાં તપાસ કરતા સીસીસી સર્ટીફીકેટમાં બેઠક નંબર ખોટો અને પ્રમાણપત્ર બનાવટી હોવાનું સામે આવતા સમગ્ર મામલો રાવપુરા પોલીસ મથકે પહોંચ્યો છે. હાલમાં નર્સ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details