સેલ્ફ ફાઈનાન્સ કોર્સની ફીમાં સત્તાધીશો આડેધડ ફી વધારો કરી રહ્યા છે. જેને પગલે વિદ્યાર્થીમાં રોષ જોવા મળી રહ્યો છે. કોમર્સ ફેકલ્ટીમાં હાયર પેમેન્ટ બેઠકો અને BCcom ના કોર્સમાં ફી વધારો કરવામાં આવ્યો છે.
MSUની સોશિયલ વર્ક ફેકલ્ટી કોર્સની ફી માં વધારો, વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ - FEE
વડોદરાઃ MSUમાં એક પછી એક કોર્સની ફીમાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે વિદ્યાર્થીઓ મુસીબતમાં મુકાયા છે. અગાઉ પણ યુનિવર્સિટી દ્વારા કોર્મસ ફેકલ્ટીમાં ફી વધારાને પગલે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યા હતો. ત્યારે હવે કોમર્સ ફેકલ્ટી બાદ હવે સોશિયલ વર્ક ફેકલ્ટીમાં ફી વધારો ઝીંકવામાં આવ્યો છે.
http://10.10.50.85:6060//finalout4/gujarat-nle/thumbnail/22-June-2019/3630484_1000_3630484_1561184397949.png
હવે સોશિયલ વર્ક ફેકલ્ટીના માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કોર્સની ફીમાં સીધો 6140 રૂપિયાનો ફી વધારો કરવામાં આવ્યો છે. સોશિયલ વર્ક ફેકલ્ટીમાં MSW બાદ પ્રવેશ માટે સૌથી વધારે માંગ MHRMના કોર્સમાં હોય છે. તેની સાથે સોશિયલ વર્ક ફેકલ્ટીના અન્ય કોર્સની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.જોકે, આ ફી વધારો 100 થી 200 રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે.