વડોદરાઃ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસી રહેલા વરસાદમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વાઘોડિયા તાલુકામાં 400 વિઘા જેટલી જમીનમાં કેળના ઉભા પાકને વ્યાપક નુકશાન થયું છે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.
વાઘોડિયા તાલુકામાં 400 વિઘા જેટલી જમીનમાં કેળના ઉભા પાકને વ્યાપક નુકસાન લોકડાઉનમાં કેળાના પાકને નુકસાન થયું છે અને હમણાં ભારે પવનના કારણે કેળના છોડ જમીન દોસ્ત થઇ ગયા છે. વાઘોડિયા તાલુકામાં અમારા વ્યારા ગામમાં 100 વિઘા સહિત તવરા, સાંગાડોલ, અંટોલી, માડોધર, વેજલપુર વિગેરે ગામોમાં અંદાજે 400 વિઘા જેટલી જમીનમાં કેળનો પાક થાય છે. છેલ્લા બે દિવસથી ભારે વાવાઝોડા સાથે પડી રહેલા વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કેળો જમીન દોસ્ત થઇ ગઇ છે. કોરોનાના કારણે કરવામાં આવેલા લોકડાઉનમાં કેળાં ન વેચાતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો હતો. હજુ આ કળ વળી નથી. ત્યાં બે દિવસથી ભારે પવન સાથે વરસી રહેલા વરસાદના કારણે કેળો જમીનદોસ્ત થયા છે. ખેડૂતોથી નારાજ કુદરતે પડતા ઉપર પાટુ માર્યું છે. વાઘોડિયા તાલુકામાં 400 વિઘા જેટલી જમીનમાં કેળના ઉભા પાકને વ્યાપક નુકસાન માડોધર ગામના ખેડૂત કનુભાઇએ જણાવ્યું કે, ખેડૂતો માટે આ સિઝન નિષ્ફળ ગઇ છે. બે દિવસથી વાવાઝોડા સાથે વરસી રહેલા વરસાદને કારણે મારી કેળો જમીન દોસ્ત થઇ ગઇ છે. લોકડાઉન દરમિયાન કેળા ન વેચાતા આર્થિક ફટકો પડ્યો હતો. મફતમાં લોકોને કેળાં આપી દીધા હતા. વિચાર્યું હતું કે, બીજા કેળાં થશે અને તેમાંથી કવર કરી લઇશું. પરંતુ, બે દિવસના ભારે તોફાન સાથેના વરસાદે તો અમારી તમામ આશા ઉપર પાણી ફેરવી દીધું છે. મોટા ભાગની કેળો જમીનદોસ્ત થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ભારે વાવાઝોડા સાથે વરસી રેહેલા વરસાદને કારણે વડોદાર જિલ્લાના ડભોઇ અને પાદરા તાલુકામાં પણ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. નિર્ધારીત સમય કરતા વહેલા આવેલા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી હોવાથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.