દોઢ વર્ષ અગાઉ પરીક્ષાના ફોર્મ ભરાયા છતાં હજુ જવાબદાર અધિકારી કહે છે કે આ પરીક્ષા બે મહિનામાં લેવાની શક્યતાઓ છે વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2022માં જુનિયર ક્લાર્કની ભરતી સાથે અન્ય કેટલીક પોસ્ટની ભરતી પ્રક્રિયા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. આ અરજી સાથે કરોડો રૂપિયાની પરીક્ષા ફી ઉઘરાવતી છતાં હજુ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. આજે આ ભરતી પ્રક્રિયા માટે અરજી મંગાવી તેના દોઢ વર્ષ ઉપર સમય થયો હોવા છતાં હજારો ઉમેદવારો રાહ જોઈ બેઠા છે. આ ભરતી પ્રક્રિયા અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશરને પૂછતાં જણાવ્યું કે 2 મહિનામાં આ પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે. આ ભરતી ક્યારે થશે તે હજુ પણ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અસમંજસમાં છે.
"વડોદરા મહાનગર પાલિકામાં જુનિયર ક્લાર્કની જે જગ્યા ખાલી છે. જેમાં 552 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સરકારની સૂચના મુજબ આ ભરતીની લેખિત પરીક્ષા યોજવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને જાણ કરાઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવા માટેનો સિલેબસ પણ વેબસાઈટ પર મુકવામાં આવ્યો છે. આ પરીક્ષા વહેલી તકે લેવાય તે માટે વિનંતી કરવામાં આવી છે. આગામી બે મહિનામાં પરીક્ષા યોજાય તેવી સંભાવનાઓ રહેલી છે"--હસમુખ પ્રજાપતિ, (ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર , VMC)
પરીક્ષા ક્યારે લેવાશે?:વડોદરા મહાનગર પાલિકાનું વર્ષ 2016 બાદ વર્ષ 2022માં આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જુનિયર ક્લાર્કની 552 જગ્યા સહિત વિવિધ વિભાગોમાં પણ જગ્યાએ લઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી. જુનિયર ક્લાર્ક માટે 552 જગ્યા માટે 1,35,793 ઉમેદવારોને અરજી કરી છે. જ્યારે અન્ય વિભાગમાં જગ્યાઓને લઈ કુલ 641 જગ્યાઓ માટે 1,71,046 અરજીઓ આવી હતી. આ ભરતી પ્રક્રિયા વિલંબ પાછળ કયા કારણો જવાબદાર છે તે હજી સ્પષ્ટ થયું નથી.પરંતુ પહેલા ચૂંટણી અને ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનનું બદલાવું આ કારણે હાલ ચર્ચાઈ રહ્યા છે.
3 કરોડથી વધુની રકમ: જુનિયર ક્લાર્ક ની 552 જગ્યા સહિત વિવિધ વિભાગોમાં 641 જગ્યાની ભરતી પ્રક્રિયાની ફી પેટે પાલિકાએ રૂપિયા 3 કરોડથી વધુની રકમ મેળવી છે.પરંતુ આજે ભરતી પ્રક્રિયાના 18 મહિના પછી પણ પરીક્ષા લેવાઈ નથી. આ પ્રક્રિયા માટે વીએમસી વેબસાઈટ પર સિલેબસ પણ મૂકી દેવામાં આવ્યો છે.પરંતુ ભરતી અંગેની પરીક્ષા ક્યારે લેવાશે તે સૌથી મોટો સવાલ છે. આ પ્રક્રિયા વિધાનસભા ચૂંટણી પૂર્વે નોટિફિકેશન બહાર પડાઈ હતી. બાદમાં ચૂંટણીને આજે એક વર્ષ પૂર્ણ થયું છતાં આ ભરતી પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવતી નથી.
- Vadodara News : વડોદરા ખાતે OBC અનામત બચાવો ચિંતન સંકલ્પ બેઠક યોજાઈ
- Vadodara Accident: કાર-ડમ્પરની ટક્કરના અવાજથી ડરેલી યુવતીએ ડીવાઈડરમાં એક્ટિવા અથડાવી, યુવતીનું મોત