ગુજરાત

gujarat

ETV Bharat / state

MS યુનિવર્સીટીમાં મોર્નિંગ મ્યુઝિકલ પાર્ટીમાં દારુના નશામાં પૂર્વ વિદ્યાર્થીએ છેડતી કરી, પોલીસે કરી ધરપકડ - પૂર્વ વિદ્યાર્થી

વડોદરાઃ બહુચર્ચિત MS યુનિવર્સીટીમાં પોલિટેકનીકલ કોલેજ ખાતે મોર્નિંગ મ્યુઝિકલ પાર્ટીમાં પૂર્વ વિદ્યાર્થી દ્વારા કોલેજના પાર્કિંગમાં બેઠેલી વિદ્યાર્થીનીની છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સીટીનો પૂર્વ વિદ્યાર્થી દારૂના નશામાં ચૂર હતો.

student

By

Published : Sep 5, 2019, 10:31 AM IST

Updated : Sep 5, 2019, 11:09 AM IST

પૂર્વ વિદ્યાર્થી બ્રિજેશ વસાવા મોર્નિંગ મ્યુઝિકલ પાર્ટીમાં દારૂના નશામાં વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં પોલીટેકનીકલ કોલેજ મેટ્રો કેમિકલ એન્જિનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરતાં પૂર્વ વિદ્યાર્થી દ્વારા કોલેજના પાર્કિંગમાં બેઠેલી વિદ્યાર્થીની છેડતી કરી હતી, જ્યાં વિદ્યાર્થીનીએ હિમંત દર્શાવી ફતેગંજ પોલીસ મથકે જાણ કરી હતી. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પૂર્વ વિદ્યાર્થી બ્રિજેશ વસાવાની પૂછપરછ કરતાં નશાની હાલતમાં જણાઈ આવતાં તેની 354 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

MS યુનિવર્સીટીમાં પૂર્વ વિદ્યાર્થીએ કરી છેડતી, મોર્નિંગ મ્યુઝિકલ પાર્ટીમાં દારૂના નશામાં હતો વિદ્યાર્થી
Last Updated : Sep 5, 2019, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details