- રાજ્યમાં પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીનો જંગ
- 3 નવેમ્બરે યોજાશે મતદાન
- ભાજપમાંથી અક્ષય પટેલ અને કોંગ્રેસમાંથી કિરીટસિંહ જાડેજા વચ્ચે જંગ
વડોદરા: રાજ્ય સભા ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું. જેથી ખાલી પટેલી આ બેઠક માટે 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ETV BHARATએ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર સાથે વાતચીત કરી હતી.
કરજણ બેઠક પરના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર સાથે ETV BHARATની ચર્ચા 18 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા
3 નવેમ્બરના રોજ યોજાનારી પેટા ચૂંટણી માટે કરજણ બેઠક પરથી 18 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા. જેમાંથી 3 ડમી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચાવી હતી, જ્યારે 4 ઉમેદવારોનું ઉમેદવારી ફોર્મ અધૂરી વિગતના કારણ રદ થયું હતું.
મતદારો દર પાંચ વર્ષે મિજાજ બદલે
કરજણ વિધાનસભા બેઠકના મતદારો દર 5 વર્ષે પોતાનો મિજાજ બદલે છે. જેથી કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં 51.05 ટકા મત મેળવીને ભાજપને પછાડ્યું હતું, પરંતુ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અક્ષય પટેલે રાજ્ય સભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
કરજણ બેઠક પરના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર સાથે ETV BHARATની ચર્ચા જટા શંકર ચૌધરીને ચૂંટણીની જવાબદારી
ચૂંટણી પંચે ઝારખંડના જટા શંકર ચૌધરીને કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જવાબદારી સોંપી છે. આ ઉપરાંત આ ચૂંટણીમાં ફલાઈંગ સ્ક્વોડ સહિત વિવિધ ટીમ બાજનજર રાખી રહી છે.