ગુજરાત

gujarat

ETV Bharat / state

Employment Fair in Vadodara : રોજગાર મેળામાં રેલવેપ્રધાનનું બુલેટ ટ્રેન ટ્રાયલ રન વિશે મહત્ત્વનું નિવેદન - દર્શના જરદોશ

વડોદરા શહેરમાં કેન્દ્ર સરકારના રોજગાર મેળાને અનુલક્ષીને રેલવેના નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂકપત્રો આપવાનો કાર્યક્રમ આયોજિત થયો હતો. જેમાં કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે તેમણે બુલેટ ટ્રેન ટ્રાયલ રન, સ્ટેશન ડેવલપમેન્ટ સહિતના મહત્ત્વના મુદ્દાઓ અંગે વાતચીત કરી હતી.

Employment Fair in Vadodara : રોજગાર મેળામાં રેલવેપ્રધાનનું બુલેટ ટ્રેન ટ્રાયલ રન વિશે મહત્ત્વનું નિવેદન
Employment Fair in Vadodara : રોજગાર મેળામાં રેલવેપ્રધાનનું બુલેટ ટ્રેન ટ્રાયલ રન વિશે મહત્ત્વનું નિવેદન

By

Published : Apr 13, 2023, 5:10 PM IST

રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ

વડોદરા : કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે. તેઓ શહેરના આજવા ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કેન્દ્ર સરકારના રોજગાર મેળામાં રેલવેના નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂકપત્રો આપવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. વડોદરામાં 341 યુવાનોને રોજગાર પત્ર આપવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે જણાવ્યું હતું કે સુરત બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનની ટ્રાયલ 2026 સુધીમાં પૂરી કરવામાં આવશે.

રેલવે પ્રધાનનું નિવેદન: આ પ્રસંગે તેઓએ મોટું નિવેદન આપતા કહ્યું કે સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનની ટ્રાયલ રન વર્ષ 2026 સુધીમાં પૂરો કરાશે. બુલેટ ટ્રેન માટે જે અડચણો આવી રહી હતી તે હવે દૂર થઈ ગઈ છે, મહારાષ્ટ્રમાં સરકાર બદલાતા હવે તમામ અડચણો દૂર થઈ ગઈ છે અને મોદી સરકાર આવ્યા બાદ રેલવેમાં વિકાસની ગતિ વધી છે. અગાઉ રેલવેનો વિકાસ રૂંધાયો હતો.

આ પણ વાંચો PM Modi in Rozgar Mela: પીએમ મોદી રોજગાર મેળામાં 71,000 નિમણૂક પત્રોનું કરશે વિતરણ

રોજગાર મેળામાં નિમણૂકપત્રો અપાયા : વધુમાંરેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ત્રીજા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં આજે 71,000 યુવાનોને નોકરી માટેના નિમણૂકપત્રો મળ્યા છે. વડોદરામાં 341 યુવાનોને નિમણૂકપત્રો આપવામાં આવ્યા છે. જમાં 304 જેટલા રેલવેના, 30 જેટલા પોસ્ટના, 3 બેંકના અને 12 જેટલા એન્જિયરિંગ સેક્ટરના છે. વડાપ્રધાને જે સંકલ્પ કર્યો છે કે, આઝાદીના અમૃતકાળમાં યુવાનોને નિમણૂકપત્રો આપીને નવા ભારતનું નિર્માણ કરવાનું છે. 100 વર્ષ પછીના ભારતને કેવું બનાવવું છે તેના નવનિર્માણમાં આ યુવાનોનું યોગદાન મહત્વનું રહેવાનું છે.

વંદે ભારત ટ્રેનનો લોકોનો સારો પ્રતિસાદ : આ પહેલા જે યુવાનોને નિમણૂકપત્રો આપવામાં આવ્યા હતાં, તેમનો અનુભવ, તેમના જીવનમાં આવેલો બદલાવ અંગે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. દર્શના જરદોશે વિપક્ષો પર વાર કરતાં કહ્યું કે વિપક્ષો વિરોધ કરીને માત્ર રાજનીતિ કરી રહ્યા છે જેની સામે અમારી સરકાર ત્રીજો રોજગાર મેળો યોજીને આખા દેશમાં 71,000 યુવાનોને રોજગારી આપી રહી છે. જે યુવાનોને આજે નિમણૂકપત્રો આપવામાં આવ્યા છે હું તેઓને અભિનંદન પાઠવું છું. વંદે ભારત ટ્રેનમાં લોકો સફર કરીને લોકોને સારો અનુભવ થઈ રહ્યો છે. તો બુલેટ ટ્રેનનું નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે.

આ પણ વાંચો ઉધના રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, શું હશે વિશેષતા, જૂઓ

સ્ટેશનોના ડેવલોપમેન્ટ કરી રહ્યાં છીએ : તેમણે વધુમાં કહ્યું કે અમે 75 જેટલા સ્ટેશનના ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ. જેને સિટી સેન્ટર તરીકે ડેવલપ કરાશે. જેમાં લિફ્ટ હોય, સોલાર પેનલ હોય, સ્ટેશનથી બસ અને મેટ્રો કનેક્ટિવીટી મળે તેવા સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. વન સ્ટેશન વન પ્રોડક્ટ. દેશના 750 રેલવે સ્ટેશનો પર મહિલાઓને રોજગાર આપવાના માટે હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓના સ્ટોલ અપાયા છે. 1 સ્ટોલનો ખર્ચ લગભગ છ લાખ રુપિયા જેટલો થાય છે પરંતુ બહેનોને આવા સ્ટોલ્સ તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સ્ટોલ્સમાં 15 દિવસ બાદ નવા લોકોને તક આપવામાં આવે છે. આ રીતે અનેક લોકોને તેમાં જોડવાનું સારું કામ થઇ રહ્યું છે. એટલું જ નહીં પોસ્ટના પાર્સલો રેલવે દ્વારા લઈ જવામાં આવે એટલે ઇકો સિસ્ટમના માધ્યમથી એકબીજા ડિપાર્ટમેન્ટના સહયોગથી કામ થઈ રહ્યું છે.

કોની કોની ઉપસ્થિતિ : કેન્દ્ર સરકારના રોજગાર મેળાના આ કાર્યક્રમમાં રાજ્ય રેલવે પ્રધાન દર્શના જરદોશ, સાંસદ રંજન ભટ્ટ, મેયર નીલેશ રાઠોડ, સાથે વડોદરા મહાનગરપાલિકાના ભાજપના શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ સહિત રેલવે અને પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં 341 જેટલા યુવાનોને રોજગારી નિમણૂકપત્રો આપવામાં આવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details