વડોદરાઃકોરોનાકાળ બાદ બે વર્ષે આજે વડોદરા (Elections postponed since Coronation )વકીલ મંડળની ચૂંટણી યોજાઈ રહી છે. સવારના 10 વાગ્યાઘી વકીલ મંડળની ચૂંટણીના મતદાનની શરૂઆત થઈ છે. વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ(Presidency of Vadodara Bar Association ), ઉપપ્રમુખ સહિતની 18 પોસ્ટ માટે ઝંપલાવનાર 51 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
સવારના 10 વાગ્યાથી મતદાનની શરૂઆત
વડોદરા વકીલ મંડળની આજે ચૂંટણી યોજાઈ( Election of Vadodara Bar Association )રહી છે. કોરોનાકાળને લઈને છેલ્લા બે વર્ષથી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ ન હતી. ત્યારે આજે વકીલ મંડળની યોજાઈ રહેલી ચૂંટણીના મતદાનની સવારના 10 વાગ્યાથી શરૂઆત ( Voting for the Vadodara Bar Association begins )થઈ છે. જેમાં સવારથી જ મતદારોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે પ્રથમ વખત બે મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. તો 72 મતદારો એકસાથે મતદાન ને કરી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.
51 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી
વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ ,ઉપપ્રમુખ સહિતની 18 પોસ્ટ માટે 51 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. 51 ઉમેદવારો માટે 3719 મતદારો મતદાન કરશે. હાલ ચાલી રહેલ મતદાનમાં 51 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.