વડોદરારાજ્યમાંચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને રાજ્ય ચૂંટણી પંચે દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરી છે. ત્યારે આ આયોજન અંગે વડોદરાના પ્રજ્ઞાચક્ષુ મતદારે ચૂંટણી પંચનો આભાર વ્યક્ત (arrangements for disable and blind voters ) કર્યો હતો. સામાન્ય રીતે બ્રેઈલ શિક્ષિત પ્રજ્ઞાચક્ષુ મતદારો (EVMs with Braille features) મતપત્રકને સ્પર્શીને મનપસંદ ઉમેદવારનો ક્રમાંક જાણી શકે છે. ત્યારે વડોદરાના પ્રજ્ઞાચક્ષુ મતદારે ચૂંટણી પંચના (Election Commission of Gujarat) દિવ્યાંગો માટે કરેલા સરળ મતદાન આયોજનની પ્રશંસા કરી હતી.
હવે કોઈની મદદ લેવી નહીં પડે પ્રજ્ઞાચક્ષુ મતદાર યાહ્યા સપાટવાલાએ (blind voters in Vadodara) જણાવ્યું હતું કે, પ્રજ્ઞાચક્ષુ હોવાથી અમે અગાઉ મતદાન તો કરી શકતા, પરંતુ અમારે સહાયક પર નિર્ભર રહેવું પડતું હતું. સહાયક તરીકે મોટાભાગે કુટુંબના સભ્યો રહેતા, પરંતુ ક્યારેક અન્ય લોકોની સહાયક તરીકે મદદ લેવી પડતી. ત્યારે મનમાં ચચરાટ રહેતો કે, સહાયકે અમારા કહ્યા પ્રમાણેના ઉમેદવારને જ મત આપ્યો હશે ને! જોકે, હવે EVM (evm machine for voting) બ્રેઈલ લિપીમાં (EVMs with Braille features) ઉમેદવારોના ક્રમાંક લખવામાં આવે છે. એટલે અમે સ્વતંત્ર રીતે પસંદગીના ઉમેદવારને વિશ્વાસ સાથે મત આપી શકીએ છીએ. આ શબ્દો છે બ્રેઈલ શિક્ષિત પ્રજ્ઞાચક્ષુ વ્યાખ્યાતા યાહ્યા સપાટવાલા અને રાકેશ દવેના. આ બંને લોકશાહીના અડગ ટેકેદાર મતદારો અંધત્વની પ્રકૃતિદત્ત ખામીથી હતાશ થયા વગર નિયમિત મત આપે છે.
બ્રેઈલ લિપીમાં મુદ્રણ ધરાવતું નમૂના મતપત્રકની સુવિધા દેશના ચૂંટણી પંચે (Election Commission of Gujarat) પ્રજ્ઞાચક્ષુ મતદારોની સરળતા માટે એક આગવા કદમરૂપે મતદાનમથકમાં ઉમેદવારના નામ, બેલેટ પર ક્રમાંક ઇત્યાદિનું બ્રેઈલ લિપીમાં (EVMs with Braille features) મુદ્રણ ધરાવતું નમૂનાનું મતપત્રક રાખવાની સુવિધા કરી છે. બ્રેઈલ શિક્ષિત પ્રજ્ઞાચક્ષુ મતદારો આ મતપત્રકને સ્પર્શીને મનપસંદ ઉમેદવારનો ક્રમાંક જાણી શકે છે. EVM પર બ્રેઈલ લિપિમાં પણ ઉમેદવારના નંબર અંકિત કરવામાં આવે છે. એટલે આંગળીના ટેરવા પાસે આંખોનું કામ લઈને આ મતદારો પસંદગી ના ઉમેદવારના ક્રમાંક સામે ચાંપ દાબીને મત આપી શકે છે. દિવ્યાંગ અને વૃદ્ધ વડીલ (arrangements for disable and blind voters),અશક્ત અને સગર્ભા મહિલા મતદારો ને મતદાન મથકે કતારમાં ઊભા ન રાખતા અગ્રતાક્રમે મતદાન કરાવવા જેવી જોગવાઈઓ છે.
દિવ્યાંગ મતદારે અગાઉ ચૂંટણી પંચને કરી છે મદદ મ. સ. વિશ્વ વિદ્યાલયની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના વ્યાખ્યાતા રાકેશ દવે તો મતદાર ક્રમાંક, વિધાનસભા વિસ્તાર અને તેના નંબરનું બ્રેઈલ લિપીમાં (EVMs with Braille features) અંકન ધરાવતું મતદાર ઓળખપત્ર ધરાવે છે. તેમણે અગાઉ દિવ્યાંગ મતદારો (arrangements for disable and blind voters) માટે રોલ મોડેલ તરીકે ચૂંટણી પંચને (Election Commission of Gujarat) મદદ કરી છે.