- કેયૂર રોકડીયા કેન્દ્રથી લઈ પ્રદેશના પાર્ટીના બધા અગ્રણીઓનો આભાર માન્યો
- જનતા માટે વધુ સારા કામ કરોઃ ડેપ્યૂટી મેયર નંદા જોષી
- શહેરમાં નવા સમાવાયેલા વિસ્તારના વિકાસને પ્રાથમિક્તા આપવાનો પુરેપુરો પ્રયાસ કરીશઃ મેયર
આ પણ વાંચોઃવડોદરા મનપાના મેયર સહિતના હોદ્દેદાર જાહેરઃ મેયર બન્યાં કેયૂર રોકડિયા અને ડેપ્યૂટી મેયર નંદાબેન જોશી
વડોદરાઃમેયર તરીકે વરણી થતાં શહેરના પ્રથમ નાગરિક કેયૂર રોકડિયાએ કેન્દ્રથી લઈ પ્રદેશના પાર્ટીના બધા અગ્રણીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રમાં વડાપ્રધાનથી લઈ રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના અગ્રણીઓએ જે પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે. તેમજ પેજ સમિતીના પેજ પ્રમુખો અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તેના કારણે ભાજપને જીત હાંસલ થઈ શકી છે. મેયર કેયૂર રોકડિયા વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં નવા સમાવાયેલા વિસ્તારના વિકાસને પ્રાથમિક્તા આપવાનો પુરેપુરો પ્રયાસ કરશે.