- સત્ય સાંઈ પરિવાર દ્વારા શક્તિનું સ્વરૂપ બાળકીઓનું પૂજન
- શૈક્ષણિક કીટનું કરાયું વિતરણ
- 200 બાળકીઓને પ્રતિભોજન કરાવાયું
કપરાડામાં સત્ય સાંઇ પરિવાર દ્વારા 100 બાળકીઓનું પૂજન કરી શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું
સત્ય સાઈ પરિવાર નવસારીના વૃદ્ધ દંપતી દ્વારા કપરાડા તાલુકાની 100 થી વધુ નાની બાળાઓનું નવદુર્ગા તરીકે પૂજન કરી બાળાઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એવા ઉમદા હેતુથી તેમને પેન પેન્સિલ ટ્રેક-પેન્ટ, ટીશર્ટ સહિતની ચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડોદરાઃ સત્ય સાઈ પરિવાર દ્વારા કપરાડા તાલુકાના ઉંડાણમાં આવેલા વાવર બાર પૂડા સ્કૂલ ત્રણ રિઠમાળ, કેળધા, કોહિલ પાડાની 100 બાળાઓનું નવદુર્ગા તરીકે પૂજન કર્યા બાદ તમામ બાળાઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
75 વર્ષથી સમાજ સેવા કરતા દંપતી દ્વારા દીકરીઓની નવદુર્ગા તરીકે પૂજન
નવસારી સત્ય સાઈ પરિવારના હસમુખ કાકા અને તેમના ધર્મ પત્ની હંસા બેન જેઓ 75 વર્ષની ઉંમરે આજે પણ અનેક સ્થળે સમાજ સેવાના કર્યો કરે છે. તેમના મત મુજબ દરેક બાલિકા એ શક્તિનું નવદુર્ગા સ્વરૂપ છે અને તેમની સેવા પણ માતા શક્તિની સેવા છે એવા ઉમદા હેતુ સાથે ત્રણ સ્કૂલોની 100 કન્યાનું દુર્ગા તરીકે પૂજન કરવામાં આવ્યું હતું.