PMએ વિદ્યાર્થીઓ પર રાખ્યો હાથઃ શિક્ષણ પ્રધાન સુરતઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2023 કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ આ કાર્યક્રમમાં વર્ચ્યૂઅલ રીતે મુખ્યપ્રધાન સહિત રાજ્યપ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. તો રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફૂલ પાનસેરીયાએ આ કાર્યક્રમ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને જે ગમે તે કરવા દો.
આ પણ વાંચોLapse in Gujarat CM security at Vadodara : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક, એકની અટકાયત
શિક્ષણ પ્રધાને શ્રમિકોને પીરસ્યું ભોજનઃરાજ્ય સરકારના શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા સુરતના 18 કડિયાનાકા ખાતેથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. માત્ર 5 રૂપિયામાં સાત્વિક ભોજન આપતી આ યોજના હેઠળ ભોજન કેન્દ્રોનો શુભારંભ થયો હતો. જે પૈકી શહેરના રાંદેરના રામનગર કડિયાનાકા ખાતેથી શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફૂલ પાનસેરીયાએ પોતાના હસ્તે શ્રમિકોને ભોજન પીરસ્યું હતું. જોકે, કોરોનાના ત્રણ વર્ષ બાદ ફરીથી આ યોજનાનો આજથી પ્રારંભ કરાયો હતો.
શ્રમયોગીઓને મળશે પૌષ્ટિક ભોજનઃ આ અંગે રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફૂલ પાનસૂરીયાએ જણાવ્યું હતું કે, ગરીબ અને શ્રમિકોના કલ્યાણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમયોગીઓ શહેર-જિલ્લાના 18 ભોજન કેન્દ્રો ખાતેથી માત્ર 5 રૂપિયાના રાહતદરે ભોજનનો સ્વાદ માણી શકશે. ‘કોઈ ભુખ્યો ન સૂવે’ તેવી વડાપ્રધાનની પરિકલ્પનાને સાકારિત કરવા માટે સરકાર કાર્ય કરી રહી હોવાનું જણાવ્યું હતું.
શ્રમયોગીઓ માટે યોજનાઃ આ યોજનામાં શ્રમયોગીઓને રોટલી, શાક, દાળભાત અને સપ્તાહમાં એક વાર મિષ્ટાન્ન સાથેનું પૌષ્ટિક ભોજન પુરૂ પાડવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારે શ્રમિકોને ભોજનની સાથે આરોગ્યની દરકાર રાખીને તેઓના કલ્યાણ માટે હરતાફરતા ધનવંતરિ આરોગ્ય રથો પણ શરૂ કર્યા છે, જેમાં શ્રમયોગીઓ વિનામૂલ્યે આરોગ્યની સેવાઓ મેળવી શકશે.
PMએ વિદ્યાર્થીઓ પર રાખ્યો હાથઃ શિક્ષણ પ્રધાન પ્રફૂલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારત એક એવો દેશ છે કે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓના ઉપર પોતાનો હાથ રાખી હિંમત આપે છે. ત્યારે એની માટે જ વડાપ્રધાને વિદ્યાર્થીઓમાં રહેલી જ્ઞાન, જાગૃતિ, અને આત્મવિશ્વાસ વધાવવા માટે અને વાલીઓને પણ હિંમત આપવા આજે 11 વાગે પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ યોજ્યો હતો.
આ પણ વાંચોSrimad Bhagavad Gita : શાળાઓમાં આ વર્ષથી ભણાવાશે ભગવદ્ ગીતાના પાઠ, ભુજના સ્વામીજી શિક્ષકોને આપશે તાલીમ
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનો ઉદ્દેશઃ શિક્ષણ પ્રધાને ઉમેર્યું હતું કે, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ એટલા માટે જ રાખવા આવ્યો છે કે, આવા બનાવો ન બને. બીજું જે વિદ્યાર્થી છે. તે પોતાના આત્મવિશ્વાસ સાથે આગળના દિવસોમાં દેશનો નાગરિક બનવાનો છે. તો અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓમાં તેજસ્વીતાનું નિર્માણ થાય એ માટે કાર્યક્રમ છે.
વિદ્યાર્થીઓની આત્મહત્યા અંગે શિક્ષણ પ્રધાને આપ્યું નિવેદનઃઅંતે પત્રકારો જોડે વાત કરતા તેમણે વિદ્યાર્થીઓને આત્મહત્યાના પગલાંને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, આત્મહત્યાના અનેક કારણો હોય છે. આ બાબતે શિક્ષક, વાલીઓએ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપવું જરૂરી છે. તેમનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ. તો આમાં શિક્ષક અને વાલીઓ વિદ્યાર્થીઓ પાસે ખોટી અપેક્ષા ન રાખવી જોઈએ કે, તું 80 ટકા લાવ 90 ટકા લાવો વિદ્યાર્થીને જે ગમે તેં એને કરવા દો. નવી શિક્ષણનીતિમાં વડાપ્રધાન એ જ માર્ગદર્શન આપી રહ્યા છે. બાળકોને જે ગમે તેં કરવા દો તેમના મગજ ઉપર ભાર આપીને આગળ નથી વધવાનું.