વડોદરા શહેર અને જિલ્લામાં સાતમી આર્થિક ગણતરીનો ખાસ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી મંગળવારના રોજ જિલ્લા કલેકટર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. દર પાંચ વર્ષે યોજાતી આ પ્રક્રિયામાં અંદાજે બે હજાર જેટલા કર્મચારીઓ ભાગ લેશે. આ ગણતરી પ્રથમ વખત મોબાઇલ એપથી કરવામાં આવશે. જો કે, અત્યાર સુધી ફોર્મ ભરીને ગણતરી કરવામાં આવતી હતી, પરંતુ હવે ફોર્મના બદલે ડિજિટલ માધ્યમ દ્વારા મોબાઇલ એપના આધારે વિગતો મોબાઇલમાં ભરવામાં આવશે અને આર્થિક ગણતરી કરવામાં આવશે.
વડોદરા શહેર-જિલ્લામાં પ્રથમવાર મોબાઈલ એપથી આર્થિક ગણતરીનો પ્રારંભ - મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટીક્સ
વડોદરા: શહેર અને જિલ્લામાં સાતમી આર્થિક ગણતરીનો ખાસ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી જિલ્લા કલેકટર કચેરી ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
દર પાંચ વર્ષે સમગ્ર દેશમાં આર્થિક ગણતરી થતી હોય છે. આ સમગ્ર ગણતરી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટીક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેન્શનની દેખરેખ હેઠળ થાય છે. વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતેથી વડોદરા જિલ્લામાં કલેક્ટરે આ આર્થિક ગણતરીનો પ્રારંભ કરાવ્યો હતો.
આ સર્વે દ્વારા કરવામાં આવતી કામગીરી દરમિયાન આર્થિક ગણતરી કરવાનો હેતુ સમગ્ર દેશમાં કેટલા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, દુકાનો, હોટલ સહિતની કોમર્શિયલ પ્રવૃત્તિની માહિતી મળી શકાશે. આ ગણતરીમાં જોડાયેલા કર્મચારીઓ શહેર તેમજ જિલ્લાના તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગો, હોટલોમાં જશે અને મોબાઇલ એપ દ્વારા પ્રથમવાર કામગીરી કરશે.