વડોદરા : સમગ્ર રાજ્યમાં મોદી સરકારના સફળતાના નવ વર્ષ પૂર્ણ થયા છે. જેના સંદર્ભે રાજ્યમાં ઠેર ઠેર જન સંપર્ક અભિયાન હાલમાં ચાલી રહી છે. આ અભિયાનને લઈ વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 10માં રાજ્યના ગૃહપ્રધાન હર્ષદ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ઘર ઘર સંપર્ક દરમિયાન લોકોમાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે. સાથે લવ જેહાદના વધી રહેલા કિસ્સાને લઈ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે.
Vadodara News : વડોદરામાં જનસંપર્ક અભિયાન દરમિયાન ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદ મામલે મોટું નિવેદન આપ્યું, જાણો શું કહ્યું...
આજે વડોદરામાં જનસંપર્ક અભિયાનમાં દરમિયાન ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તાત્કાલિક પોલીસને ફરિયાદના આદેશ આપ્યા છે કોઈ પણ ગુનેગારોને છોડવામાં આવશે નહિ. તમને કોઇને લવ જેહાદની માહિતી હોય તો પોલોસનો સંપર્ક કરો.
સરકાર ખૂબ ગંભીર છે: તેઓએ જણાવ્યું હતું કે, નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી લવજેહાદ કરવા મામલે સરકાર ખૂબ ગંભીર પગલાં લઈ રહી છે. રાજ્યની પોલીસને દરેક હોટલમાં જઈ ચેકીંગ કરવાના આદેશ આપ્યા છે. હાલમાં સુરતમાં ચાની લારીથી લઈ હોટેલ સુધી ફરીને રજીસ્ટ્રેશન કરવાની પણ સૂચના આપી છે. વડોદરાની ઘટનામાં મે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવા આદેશ આપ્યા હતા. અરવલ્લીની ઘટનામાં પણ પરિવાર તૈયાર ન થતાં સરકારે સરકાર તરફે ફરિયાદ નોંધી છે. તમામ કિસ્સામાં કોઈ પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે. ઘણા પરિવારો આવા કિસ્સાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ આપ સઉ લોકોને વિનંતી છે કે માહિતી માળતાજ પોલીસને જાણ કરજો, જેથી કરીને આવી ઘટના બનતા રોકી શકાય.
ફરી સરકાર નવો ઇતિહાસ બનાવશે:આ સાથે જણાવ્યું કે, લોકસભામાં ભાજપ તમામ 26 બેઠક મોટા માર્જીનથી જીતશે તેવો વિશ્વાસ છે. લોકોએ ફરી એકવાર ભાજપ સરકાર બનાવવાનું મન બનાવ્યું છે. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી નવો ઇતિહાસ લખશે. આ સરકાર ગરીબ અને મધ્યમવર્ગીય લોકોની સરકાર છે. આજે ભારત દેશ દુનિયામાં અલગાજ દિશામાં આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ યોજનાઓ થકી જન જન સુધી પહોચ્યો છે. વૃદ્ધ મહિલાઓએ આશીર્વાદ આપ્યા અને આ સરકારને લઈ લોકોમાં ખૂબ ઉત્સાહ છે. આવનાર સમયમાં પણ ખૂબ મોટા માર્જીનથી જીત મેળવી શુ તેવો વિશ્વાસ છે.