ભારે વરસાદના કારણે વડોદરા તરફ જતી અને વડોદરાથી આવતી ટ્રેનોને સૌથી વધુ અસર થઇ છે. અમદાવાદ વડોદરા વચ્ચેની મોટેભાગની ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
વડોદરામાં ભારે વરસાદના કારણે અનેક ટ્રેનો રદ થતા યાત્રીઓ અટવાયા - train cancelled
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે રેલવે સેવા પર માઠી અસર પડી છે અને અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. જયારે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે, તો અમુક ટ્રેનો અધવચ્ચે જ રોકવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
train cancelled
1 ઓગસ્ટ રદ થયેલ ટ્રેનોની યાદી
- ટ્રેન નંબર 69114 અમદાવાદ-વડોદરા મેમુ
- ટ્રેન નંબર 69104 આણંદ-વડોદરા મેમુ
- ટ્રેન નંબર 59549 વડોદરા અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર
- ટ્રેન નંબર 69112 ગોધરા વડોદરા મેમુ
- ટ્રેન નંબર 69115 વડોદરા અમદાવાદ મેમુ
- ટ્રેન નંબર 22930 વડોદરા ભીલાડ એક્સપ્રેસ
- ટ્રેન નંબર 69112 વડોદરા સુરત મેમુ
- ટ્રેન નંબર 69120 દાહોદ વડોદરા મેમુ
- ટ્રેન નંબર 69117 વડોદરા દાહોદ મેમુ
- ટ્રેન નંબર 22904 ભુજ બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ
- ટ્રેન નંબર 19115 દાદર ભુજ એક્સપ્રેસ
- ટ્રેન નંબર 22914 જામનગર બાંદ્રા હમસફર એક્સપ્રેસ
- ટ્રેન નંબર 19015 મુંબઈ પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ ડબલડેકર એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસ
જયારે ટ્રેન નંબર11464 જબલપુર-સોમનાથ સોમનાથ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19310 ઇન્દોર ગાંધીનગર એક્સપ્રેસ ગાંધીનગરથી આણંદ ડાયવર્ટ કરવામાં આવી છે.