વડોદરાદેશભરમાં દિવાળીના પાવન પર્વની (Diwali Festival) ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરામાં પણ લોકો શાંતિથી તહેવારોની ઉજવણી કરી શકે તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. અહીં સુરક્ષા એજન્સીઓએ કોઈ પણ અનિચ્છનીચ બનાવ (Police Security at Vadodara City) ન બને તેને ધ્યાનમાં રાખી શહેરભરમાં સઘન ચેકિંગ (checking at railway station) શરૂ કર્યું છે.
વડોદરામાં સુરક્ષા એજન્સીઓએ તેજ કર્યું ચેકિંગ, શંકાસ્પદ વ્યક્તિઓની તાત્કાલિક થાય છે તપાસ - Vadodara Railway Station
વડોદરામાં દિવાળીના તહેવારને (Diwali Festival) ધ્યાનમાં રાખી સુરક્ષા એજન્સીઓ સતર્ક (Police Security at Vadodara City) બની છે. અહીં રેલવે સ્ટેશન (checking at railway station), ST બસ ડેપો, શોપિંગ મોલ અને ભીડવાળી જગ્યા પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એટલે કે હવે વડોદરાવાસીઓએ ગભરાવવાની જરાય જરૂર નથી.
સુરક્ષા એજન્સીઓ સતર્ક પોલીસ તંત્રની સુરક્ષા એજન્સીઓ (Police Security at Vadodara City) રેલવે સ્ટેશન (Vadodara Railway Station), ST ડેપો, શોપિંગ મોલ તેમ જ ભીડભાડવાળી જગ્યાઓ ઉપર ચેકિંગ (checking at railway station) કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને સાથે લઈને ચેકિંગ કરી રહી છે.
લોકો શાંતિથી ઉજવણી કરે તેવો હેતુ લોકો શાંતિથી અને સુરક્ષાની વચ્ચે તહેવારોની ઉજવણી કરે તે હેતુથી પોલીસે શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાથે જ બસ અને રેલવે સ્ટેશનો (Vadodara Railway Station) પર શંકાસ્પદ ગણાતા વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની શી ટીમ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. સાથે જ પોલીસ હોટેલ, ગેસ્ટ હાઉસમાં પણ તપાસ કરી રહી છે. ઉપરાંત પોલીસ સિવિલ ડ્રેસમાં પણ લોકો ઉપર નજર રાખી (Tight Police Security at Vadodara) રહી છે.