ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં કોરોનાને પહોંચી વળવા તંત્ર સજ્જ પણ બૂસ્ટર ડોઝની અછત

વડોદરામાં કોરોનાની પરિસ્થિતિને (Covid Cases in Vadodara) પહોંચી વળવા તંત્ર સજ્જ બની ગયું છે. અહીં સરકારના આદેશ મુજબ SSG હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant installed at SSG hospital) શરૂ કરાયો છે. જોકે અહીં બૂસ્ટર ડોઝની હજી પણ અછત (Shortage of booster dose in Vadodara) છે.

વડોદરામાં કોરોનાને પહોંચી વળવા તંત્ર સજ્જ પણ બૂસ્ટર ડોઝની અછત
વડોદરામાં કોરોનાને પહોંચી વળવા તંત્ર સજ્જ પણ બૂસ્ટર ડોઝની અછત

By

Published : Dec 23, 2022, 4:48 PM IST

SSG હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત્

વડોદરાસમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેવામાં હવે કોરોનાના નવા વેરિયન્ટ BF.7ના (bf 7 variant india) કેસોને લઈ તંત્ર એલર્ટ થયું છે. સમગ્ર વિશ્વમાં ભયાનક સ્થિતિનો પરચો બતાવી કોરોનાએ અસંખ્ય લોકોના જીવ લીધો છે. ત્યારે વડોદરા શહેરમાં પણ સુભાનપુરામાં રહેતી 61 વર્ષીય વૃદ્ધાને અમેરિકાથી પરત ફર્યાના અઠવાડિયા બાદ બીમાર પડતાં શંકાસ્પદ કોરોનાના કેસના પગલે રિપોર્ટ કઢાવતા (Covid Cases in Vadodara) તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી એટલું જ નહીં તેનું જિનોમ સિક્વન્સિંગ કરતા આ (bf 7 variant india) નમૂનો BF.7 હોવાનું પૂરવાર થયું હતું, પરંતુ આ કેસ ત્રણ મહિના અગાઉનો હોવાથી ચિંતાનો વિષય નથી. તેમ છતાં હાલમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં SSGમાં આજથી ઓક્સિજનના (Oxygen Plant installed at SSG hospital) તમામ 7 પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. અને એકપણ દર્દી હોસ્પિટલમાં (Covid Cases in Vadodara) દાખલ નથી.

બૂસ્ટર ડોઝ અંગે કોઈ માહિતી નહીંઆ અંગે ETV BHARATની ટીમે વડોદરા મહાનગરપાલિકાના (Vadodara Municipal Corporation) આરોગ્ય અધિકારી દેવેશ પટેલને ટેલિફોનિક વાતચીતમાં બૂસ્ટર ડોઝ બાબતે માહિતી માંગતા કહ્યું આ બાબતે મને કોઈ માહિતી (Shortage of booster dose in Vadodara) નથી. કેન્દ્ર સરકારમાંથી આવશે ત્યારે જણાવીશ તેવું કહી છટકી ગયા હતા, પરંતુ ફરી એક વાર જો કોરોનાની ચોથી (Covid Cases in Vadodara) લહેર આવશે અને જો આરોગ્ય અમલદાર પોતે સક્રિય નહીં હોય અને લોકોને વેકસીનેશન નહીં થાય તો ફરી પરિસ્થિતિ બગડી શકે તેમાં કોઈ નવાઈ નહીં.

સયાજી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થાવડોદરામાં કોરોના સંક્રમણને લઈને સયાજી હોસ્પિટલ (SSG hospital vadodara) ખાતે 575 બેડ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે 50 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ અહીં સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત્ છે. હાલ વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG hospital vadodara) અને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં (Gotri Medical Hospital) એક પણ કોરોનાનો દર્દી દાખલ નથી.

VMC દ્વારા કોઈ ગાઈડલાઈન નહીંવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation) દ્વારા હાલ કોઈ પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ કોર્પોરેશન દ્વારા મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ હજી કોઈ પણ ગાઈડલાઈન બહાર નથી પરાઈ પરંતુ આગામી દિવસોમાં ચોક્કસથી કોર્પોરેશન પગલાં લેશે.

BA.5.1.7 અને BF.7 વેરિયન્ટનાં લક્ષણએક્સપર્ટનું કહેવું છે કે, આ વેરિયન્ટના (bf 7 variant india) લક્ષણ જૂના વેરિયન્ટની જેમ જ હશે, પરંતુ એક નિશ્ચિત સમયની સાથે જ સામે આવશે. માનવ શરીરમાં દુખાવો આ વેરિયન્ટનું મુખ્ય લક્ષણ છે. જે લોકોમાં આનાં લક્ષણ નથી દેખાતા અને તેઓ સંક્રમિત છે તો તેઓ પણ સંક્રમણ ફેલાવી શકે છે.

સયાજી હોસ્પિટલમાં તૈયારીઆ અંગે માહિતી આપતા મેડિકલ ઓફિસર જાગૃતિ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરની SSG હોસ્પિટલમાં સરકાર (Oxygen Plant installed at SSG hospital) દ્વારા જાહેર કરાયેલા પરિપત્રને લઈ ઓક્સિજન પ્લાન્ટ માટે મોકડ્રિલ શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં એસેસજીમાં 7 ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે. 5 થી 5500 લીટર પ્રતિ મિનિટ ઓક્સિઝન ઉત્પાદન કરતો પ્લાન્ટ SSGમાં સક્રિય કરવામાં આવ્યો છે આ પ્લાન્ટમાં 20-20 હજાર લિટર ની બે ટેન્ક ઉપલબ્ધ છે બંને ટેન્ક મળી કુલ 40 હજાર લિટર પ્રાણવાયુનું ઉત્પાદન કરે છે.

મેડિકલ સુપરિટન્ડન્ટઆ અંગે મેડિકલ સુપરિટન્ડન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું હતું કે, બીફ.7 જે કેસ (bf 7 variant india) આવ્યો છે, જે 3 મહિના અગાઉનો છે અને હોમ એસોલશનની સારવારના અંતે સંપૂર્ણ પણે સ્વસ્થ થયેલા છે. કોરોનાના ત્રણ વેવ આવીને ગયા છે ત્યારે લોકોને અપીલ કરું છું કે, લોકમેળો, હાથ મિલાવવા,વારંવાર હાથ ધોવા અને માસ્ક લાગવું આ તમામ બાબતો ધ્યાનપૂર્વક લેવાય તો ચોથી વેવ માં પણ કઈ પ્રોબ્લેમ નહીં આવે. તમામ વેન્ટિલેટર, ઓક્સિજન તથા બેડ સહિતની સુવિધાઓ તૈયાર છે. હાલમાં 40 હજાર લીટર જેટલા લિકવિડ મેડીકલ ઓક્સિજન છે. હાલમાં 22 આઇસોલેશન ઉપલબ્ધ છે અને જરૂરિયાત મુજબ આમે તૈયારી કરીશું.

ABOUT THE AUTHOR

...view details