વડોદરા :કારચાલક યુવતીએ પોતાનું સંતુલન ખોઈ બેસતા પોલીસ કર્મીઓ સાથે ગેરવર્તણ કર્યું હતું. તેમજ અપશબ્દનો પણ તેને ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ વિડીયો ઉતારનાર એ વ્યક્તિ સામે જઈને તેને કહ્યું કે, આ વિડીયો પણ ઉતારી લેજો અને તેને પોસ્ટ કરજો, કહીને પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી થપ્પડ મારી દીધી હતી. તેમજ ઉગ્રતા સાથે કહ્યું કે, કોઈની હિંમત હોય તો હાથ લગાડી તો જુઓ.
Drunk and drive case: વડોદરામાં દારુ પીને કારથી ટક્કર માર્યા બાદ યુવતીએ પોલીસ કર્મીને થપ્પડ મારી, ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ - Vadodara Crime News
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ક્યાં છે? વડોદરાના ગોત્રી વિસ્તારમાં અકસ્માત કર્યા બાદ નશામાં ચકચુર કાલચાલક યુવતીએ પોતાનું સંતુલન ગુમાવી દેતાં હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ કર્મી અને હોમગાર્ડ જવાન સાથે આ કારચાલક યુવતીએ ગેરવર્તણૂક કર્યું હતું. તેમાં તેને બેફામ અપશબ્દો બોલ્યા હતા. આ યુવતી વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
![Drunk and drive case: વડોદરામાં દારુ પીને કારથી ટક્કર માર્યા બાદ યુવતીએ પોલીસ કર્મીને થપ્પડ મારી, ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-08-2023/1200-675-19372062-thumbnail-16x9-alo.jpg)
Published : Aug 27, 2023, 9:13 PM IST
|Updated : Aug 28, 2023, 3:33 PM IST
યુવતીએ નશામાં ગેરવર્તણ કર્યું : નશામાં ચકચુર યુવતીએ પોતાનું સંતુલન ગુમાવી દીધું છે. નવયુવાન પેઢી નશાને ફેશન બનાવી દીધી છે તેમજ પોલીસ તંત્રની પણ ભયંકર નિષ્કાળજી છે માટે આવા બનાવો સામે આવે છે જેને કારણે જ નવયુવાન પેઢી આ માર્ગ તરફ વળતી જોવા મળે છે. ગોત્રી વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્ટી પ્લોટ પાસે ચિક્કાર દારૂ ઢીંચીને મહિલા અન્ય વાહન ચાલક સાથે માથાકુટ કરતી હોવાની જાણ થઇ હતી. જે બાદ પોલીસનો કાફલો મહિલા પોલીસ કર્મીઓને સાથે રાખીને સ્થળ પર પહોંચ્યો હતો. દરમિયાન મહિલાએ દારૂ ઢીંચ્યો હોવાનું સામે આવ્યું હતું. મહિલા લથડીયા ખાતા બેફામ આરોપો અને ગાળોનો વરસાદ કરી રહી હતી. હાલ તેણીની સામે પ્રોહિબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલિસે તપાસ હાથ ધરી : સમગ્ર મામલે એસીપીના જણાવ્યા અનુસાર, તેણીની સામે પોલીસ કાર્યવાહીમાં રૂકાવટનો વધુ એક ગુનો નોંધવા માટે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેને લઇને મહિલાની મુશ્કેલીઓ આવનાર સમયમાં વધી શકે છે. શહેરના બાજવાડા વિસ્તારમાં રહેતી 41 વર્ષીય યુવતિ શનિવારે રાતે 2 વાગ્ના અરસામાં ગોકુળ પાર્ટી પ્લોટ પાસેની ઉમંગ સોસાયટીના નાકા પાસે રાહદરીઓ સાથે ઝઘડો કરતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ ઉપર પહોંચી જોતા યુવતિ નશાની હાલતમાં હતી અને તે સરખી રીતે બોલી પણ શકતી ન હતી. જેથી મહિલા પોલીસ કર્મીઓને બોલાવી તેને પોલીસની ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવી હતી. ગોત્રી પોલીસ સ્ટેશન લઇ જઇ યુવતિનું બ્રેથ એનેલાઇઝરથી ચેક કરતા આલ્કોહોલનુ સેવન કર્યું હોવાનુ જણાઇ આવ્યું હતુ. જેથી પોલીસે આ મામલે મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.