ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાંથી 500 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 5 આરોપીઓની ધરપકડ

વિધાનસભાની ચૂંટણી દરમિયાન ડ્રગ્સ મામલે ATSને(Anti-Terror Squad) મોટી સફળતા મળી હતી. વડોદરા નજીક સિંધરોટ ગામ નજીક ધમધમતી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી(drug manufacturing factory) ઝડપાઇ હતી. ATSની કાર્યવાહી દરમિયાન 500 કરોડથી વધુનું ડ્રગ્સ કબ્જે(Drugs worth 500 crore seized from Vadodara) કરાયું હતું. સમગ્ર મામલે ATSએ કુલ પાંચ આરોપીઓની અટકાયત કરી છે. આવતી કાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે.

ATSને (Anti-Terror Squad) મોટી સફળતા
ATSને (Anti-Terror Squad) મોટી સફળતા

By

Published : Nov 30, 2022, 6:53 PM IST

વડોદરા: વિધાનસભાની ચૂંટણી દરમિયાન ડ્રગ્સ મામલે ATSને (Anti-Terror Squad) મોટી સફળતા મળી હતી. ATSની કાર્યવાહીમાં વડોદરા નજીક સિંધરોટ ગામ નજીક ધમધમતી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી(drug manufacturing factory) ઝડપાઇ હતી. ફેક્ટરીમાં વધુ સર્ચ ઓપરેશન હાથ ધરાતાં 500 કરોડથી વધુનો ડ્રગ્સ જથ્થો(Drugs worth 500 crore seized from Vadodara) ઝડપાયો હતો.

વડોદરામાંથી 500 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો,

MD ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ: વડોદરા ગ્રામ્યના સિંધરોટ ગામમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હોવાની બાતમી મળતાં ગુજરાત ATSને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ દરમ્યાન MD ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ હતી. ગુજરાત ATS એ 63 કિલો 613 ગ્રામ MD ડ્રગ્સ તથા 80 કિલો 260 ગ્રામ MD ડ્રગ્સ બનાવવા માટે તૈયાર કરેલ લિકવિડ સહિત 478 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાંચ આરોપી સૌમિલ ઉર્ફે સેમ પાઠક, શૈલેષ. કટારીયા, વિનોદ ઉર્ફે પપ્પુ નિજામા, મોહંમદ સફી અને ભરત ચાવડાની ATSએ ધરપકડ કરી છે.

5 આરોપીઓની ધરપકડ

ડ્રગ્સની ફેકટરીની તપાસમાંમોટો ખુલાસો થયો કે, સૌમિલ પાઠક અને મુંબઈના સલીમ ડોલા સાથે જેલમાં ડ્રગ્સની ફેકટરી શરૂ કરવાનું પ્લાનિંગ કર્યું હતુ. આ MD ડ્રગ્સના ઉત્પાદન અને વેચાણના ધંધામાં બન્ને ભાગીદાર બન્યા હતા. સૌમિલે સિંધરોટ ગામમાં MD ડ્રગ્સની ફેકટરી શરૂ કરી અને ડ્રગ્સ બનાવવા માટે રો મટીરીયલ માટે કેમિકલ ચોરી કરનાર ભરત ચાવડાનો સંપર્ક કર્યો હતો. જેમાં ભરત ડ્રગ્સ બનાવવા કેમિકલ આપતો હતો અને આરોપી વિનોદ ઉર્ફે પપ્પુએ ડ્રગ્સ ઉત્પાદન પ્રક્રિયા ના જાણકાર કેમિસ્ટ શૈલેષ કટારીયાનો સંપર્ક કરાયો હતો. શૈલેષ બીએસસી કેમેસ્ટ્રી ભણેલ હોઇ આ આરોપીઓએ ડ્રગ્સ બનાવવાનું યુનિટ શરૂ કર્યું. જેમાં શૈલેષ MD ડ્રગ્સ બનાવવાનું કામકાજ સંભાળે છે. જ્યારે વિનોદ ઉર્ફે પ્પુ ફેક્ટરીની દેખરેખ રાખે છે છેલ્લા સવા મહિનાથી આ ફેકટરી ધમધમી રહી હોવાનો ખુલાસો ATS ની તપાસમાં ખુલ્યું છે.

કોઇનું ધ્યાન ન પડે તે માટે ખાસ ખેતર પસંદ કર્યું: છેલ્લા દોઢ મહિનાથી ચાલતી ડ્રગ્સની આ ફેક્ટરી બનાવવા માટે સિંઘરોટ ગામના એવા ખેતરને પસંદ કરવામાં આવ્યું, જે રસ્તાનું છેલ્લુ ખેતર હોય. સાથે આ ડ્રગ્સની ફેક્ટરની આજુબાજુની વાત કરીએ તો એક તરફ માછલી પાલન થાય છે. બીજી તરફ મહીસાગરના ઉંચા કોતર છે, તો ત્રીજી તરફ કાંટાળી વાડ અને ચોથી તરફ તમાકુના ખેતર છે. આમ આ ફેક્ટરી એવા એકાંત સ્થળે બનાવવામાં આવી છે કે ત્યાં ધોળે દિવસે પણ કોઇ ન ફરકે. ડ્રગ્સની ફેક્ટરીમાં માત્ર ત્રણથી ચાર એક્સપર્ટ વ્યક્તિ જ કામ કરતા હોવાની શક્યતા છે. જેમાંથી બેને પોલીસે ઘટના સ્થળે જ ઝડપી લીધા છે અને સમગ્ર કાર્યવાહીમાં સાથે રાખ્યા છે. તેમને માત્ર કુદરતી હાજત માટે જ ફેકટરીની બહાર કાઢવામાં આવી રહ્યા છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ: આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. સૌમિલ 2017માં ડ્રગ્સ કેસમાં પકડાયો હતો જ્યારે નડિયાદનો મોહમદ સફી 2004થી ગુનાખોરીમાં પ્રવેશ કર્યો ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયો છે. જ્યારે ભરત ચાવડા કેમિકલ ચોરીમાં 2 વખત પકડાયો હતો. આ ડ્રગ્સ નેટવર્કમાં મુંબઇનો ડ્રગ્સ માફિયા સલીમ ડોલા હજુ ફરાર હોવાથી ATSએ શોધખોળ શરૂ કરી છે. આ સાથે કડાયેલ આરોપી MD ડ્રગ્સ કોને કોને અને ક્યાં ક્યાં વેચાણ કર્યું અને તેના નાણાં નો શુ ઉપયોગ કર્યો તેમજ આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details