વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર (Drugs Smuggling Case Vadodara) દુષણો વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર પોલીસ(Vadodara Police) સાથે જ વિવિધ એજન્સીઓ દ્વારા શહેરને નશા મુક્ત (Vadodara SOG Drugs Operation) કરવા વડોદરા શહેર પોલીસ સજ્જ બની છે. ગત રોજ શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ અગ્રેસ ભવન ગેસ્ટ હાઉસ પાસેથી બે ઈસમોને માદક પદાર્થ હસીસ (નશાયુક્ત તત્વ-ચરસ) 3 કિલો 80 ગ્રામ (Drugs Stock seized from Vadodara) સાથે શહેર SOGએ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો લગ્નના નામે છેતરપિંડી, અમદાવાદમાં લૂંટેરી દુલ્હન જ્વેલરી લઈ ફરાર
SOGની રેડમળતી વિગતો અનુસાર વડોદરા એસઓજીને (Vadodara SOG Drugs input) બાતમી મળી હતી કે વડોદરામાં રહેતા શાહનબાઝ ઉર્ફે શાનું શેખ નાનો તેની સફેદ કલરની મોપેડ લઈને અલકાપુરી ડી માર્ટની ગલીમાં અગ્રેસ ભવન ગેસ્ટ હાઉસ પાસે એક બિહારી માણસ પાસેથી ચરસનો જથ્થો ખરીદી કરવા આવવાનો છે. જે આધારે એસઓજીએ (Vadodara SOG police) સરકારી પંચો તથા સ્ટાફના માણસોને સાથે રાખીને બાદમે વાળી જગ્યાએ રેડ કરતા બાતમીમાં જણાવેલ ઈસમ શાહનવાઝ સફેદ કલરની મોપેડ પાસે હાથમાં થેલી સાથે ઉભો હતો. તેની પાસે એક ઉંમરલાયક સફેદ દાઢીવાળો વ્યક્તિ વેચાણ કરવાના હેતુસર વગર પાસ પરમીટ વાળો માદક પદાર્થ હોવાનું સામે આવતા એસઓજી (Vadodara SOG Drugs operation) દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેની પાસેથી માદક પદાર્થ ચરસ મળી આવતા બંને ઇસમોની અટકાયત કરી હતી.