ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરી દેશીદારૂની ભઠ્ઠીઓ પર ક્રાઇમ બ્રાંચની ટીમો ત્રાટકી - ડ્રોનથી સર્વેક્ષણ

વડોદરામાં પ્રથમ વખત ડ્રોન સર્વેક્ષણ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ક્રાઇમ બ્રાન્ચે તવાઇ કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધમધમતી દેશીદારૂની 10 જેટલી ભઠ્ઠીઓ પર ક્રાઇમ બ્રાન્ચની 5 ટીમોની કાર્યવાહીને પગલે દેશીદારૂનું વેચાણ કરતા બુટલેગરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં પણ ડ્રોન ટેકનોલોજીથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર કામગીરી ચાલુ રહેવાનું પોલીસે જણાવ્યું.

વડોદરામાં ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરી દેશીદારૂની ભઠ્ઠીઓ પર ક્રાઇમ બ્રાંચની પાંચ ટીમો ત્રાટકી
વડોદરામાં ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરી દેશીદારૂની ભઠ્ઠીઓ પર ક્રાઇમ બ્રાંચની પાંચ ટીમો ત્રાટકી

By

Published : Oct 12, 2021, 10:15 AM IST

  • શહેરમાં ધમધમતી દેશીદારૂની હાટડીઓ પર ક્રાઇમ બ્રાન્ચની પાંચ ટીમો ત્રાટકી
  • ક્રાઇમ બ્રાન્ચે ડ્રોનનો ઉપયોગ કરી સર્વેક્ષણ બાદ કાર્યવાહી કરી
  • સમગ્ર ઘટનામાં રૂપિયા 20,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

વડોદરા : ગુજરાતમાં કહેવા માટે તો દારૂબંધી છે, છતા પણ ગુજરાતભરમાં દેશી અને વિદેશી દારૂની અનેક હાટડીઓ ધમધમે છે. મામલો પોલીસના ધ્યાને આવતા કાર્યવાહી પણ થતી હોય છે. બુટલેગરો સામે પાસા સુધીની કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. તેમ છતાં દારૂનું વેચાણ ઘટતું નથી. વડોદરામાં વિવિધ વિસ્તારોમાં દેશી દારૂ બનાવવાની અનેક હાટડીઓ ધમધમે છે. તેના પર પ્રથમ વખત આજરોજ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરી સર્વેક્ષણ બાદ કાર્યવાહી કર્યાની ઘટના સામે આવી છે. જેને કારણે દેશી દારૂનું વેચાણ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ડ્રોનની મદદથી સર્વેક્ષણ કર્યા બાદ 10 જેટલી ભઠ્ઠીઓ પર કાર્યવાહી કરવામાં આવી

વડોદરામાં ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરી દેશીદારૂની ભઠ્ઠીઓ પર ક્રાઇમ બ્રાંચની પાંચ ટીમો ત્રાટકી

શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધમધમતી દેશીદારૂની હાટડીઓ પર ક્રાઇમ બ્રાન્ચની પાંચ ટીમો ત્રાટકી હતી. ટીમો દ્વારા ડ્રોનની મદદથી સર્વેક્ષણ કર્યા બાદ 10 જેટલી ભઠ્ઠીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ભાલીયાપુરા, બીલ, તલસટ-વડસર, રણોલી-કોયલી, છાણી ગ્રામ્ય વિસ્તારોમાં રેડ કરવામાં આવી છે. રેડ દરમિયાન દેશીદારૂ ગાળવા માટે ભઠ્ઠીઓ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં રૂપિયા 20,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અને શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ડ્રોન સર્વેક્ષણ બાદ કરવામાં આવેલી કાર્યવાહીમાં ભાલીયાપુરા માંથી 2, વડસર માંથી 2, બિલ માંથી 2, કોયલી-રણોલીમાંથી 4 દેશીદારૂની ભઠ્ઠીઓ પકડી પાડી હતી.

આ પણ વાંચો : ગાંધીનગરની ફાઈવ સ્ટાર લીલા હોટેલના રિસેપ્સનિસ્ટનું મર્ડર, પોલીસે ગુન્હો દાખલ કર્યો

આ પણ વાંચો : બનાસકાંઠા SOG પોલીસે 2 આરોપી સાથે 260 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કર્યું

ABOUT THE AUTHOR

...view details