ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાથી ડભોઈ વચ્ચે રેલવે ફાટક બંધ રહેતા વાહનચાલકોને હાલાકી

વડોદરાથી ડભોઈ વચ્ચે આવેલા પલાસવાડા રેલવે ફાટક કામગીરીને કારણે આગામી ત્રણ દિવસ સુધી બંધ રખાશે. વેગા ચોકડી પર ડભોઈ પોલીસનો બંદોબસ્ત ગોઠવી બેરિકેટ લગાવવામાં આવ્યા છે. વાહનચાલકોને અલગ રૂટ આપવામાં આવ્યો હોવાથી વાહનચાલકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે.

વડોદરાથી ડભોઈ વચ્ચે રેલવે ફાટક બંધ રહેતા વાહનચાલકોને હાલાકી
વડોદરાથી ડભોઈ વચ્ચે રેલવે ફાટક બંધ રહેતા વાહનચાલકોને હાલાકી

By

Published : Dec 2, 2020, 5:39 PM IST

  • રેલવે કામગીરીને કારણે પલાસવાળા રેલવે ફાટક બંધ
  • 3 ડિસેમ્બર સુધી ફાટક બંધ રાખવામાં આવશે
  • વાહન વ્યવહારને અલગ રૂટ આપવામાં આવ્યો
    વડોદરાથી ડભોઈ વચ્ચે રેલવે ફાટક બંધ રહેતા વાહનચાલકોને હાલાકી

વડોદરાઃ મંગળવારથી 3 ડિસેમ્બર સુધી ડભોઈ જતા પલાસવાળા નજીકનો રેલવે ફાટક બંધ રહેશે. ફાટકનું રિપેરીંગનું કામ હાથ ધરાયું હોવાથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈ વાહન વ્યવહારને ડાયવર્ટ કરાયો છે. ડભોઈ પોલીસનો વેગા ચોકડી બંદોબસ્ત ગોઠવી બેરિકેટ લગાવાયા હતા. અગલ રુટ આપવાથી અનેક વાહનચાલકો અટવાયા હતા.

વડોદરાથી ડભોઈ વચ્ચે રેલવે ફાટક બંધ રહેતા વાહનચાલકોને હાલાકી
રસ્તો ડાઈવર્ટ કરાતા વાહનચાલકોમાં હાલાકી

વડોદરાથી ડભોઈ, રાજપીપળા, કેવડિયા કોલોની તરફ જવા માટે અને ઉત્તર ગુજરાત તરફથી આવતા વાહનો માટે વડોદરા, વાઘોડિયા, ઢોલાર થઈ ડભોઇ તેમજ ડભોઇથી વડોદરા જવા માટે ઢોલાર, વાઘોડિયા થઈને વડોદરા જઈ શકાશે. રેલવેની કામગીરીને અનુલક્ષીને પલાસવાડા ફાટક 3 દિવસ બંધ હોવાથી ડભોઈ પોલીસ દ્વારા ડભોઈ વેગા ચોકડી પાસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details