વડોદરાના: GSFCના ગેટ નંબર 3 પર બાજવાના સ્થાનિક આગેવાનો સાથે GSFCના કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા ડ્રાઇવર અને કન્ડક્ટરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમને વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
GSFCના મેનેજમેન્ટ દ્વારા કામ બંધ કરી દેવામાં આવતા ડ્રાઇવરો અને કન્ડક્ટરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - management
વડોદરાના GSFCના ગેટ નંબર ત્રણ પર બાજવાના સ્થાનિક આગેવાનો સાથે GSFCના કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા ડ્રાઇવર અને કન્ડક્ટરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. GSFCના મેનેજમેન્ટ દ્વારા કામ બંધ કરી દેવામાં આવતા ડ્રાઇવરો અને કન્ડક્ટરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
શહેરના બાજવા અને છાણી વચ્ચે GSFCના 2 ગેટ આવેલા છે. જેમાં ગાડી સાથે કોન્ટ્રાકટ બેઝ પર રોજગારી મેળવતા આજુબાજુના લગભગ 200થી વધું લોકો બેરોજગાર બન્ચા છે. ગુજરાત સરકારની જાહેરાત હતી કે, ગુજરાતી અને સ્થાનિક લોકોને 80 ટકા રોજગારી આપવી. જોકે, GSFCના સરકારી કર્મચારીઓ સરકારના આ નિર્ણયનું પાલન કરતા ન હોાવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
બાજવાના ડ્રાઈવરો કન્ડક્ટરોએ ભેગા થઈ GSFCના ટ્રાન્સપોર્ટના કોન્ટ્રાક્ટર તથા ફર્ટિલાઈઝરના મેનેજમેન્ટને રજૂઆત કરવા માટે ભેગા થયા હતા, પરંતુ તેમની રજૂઆત ન સાંભળતા તેમને જિલ્લા કલેક્ટરને આ અંગે આપ્યું હતું.