- ડભોઇ રિંગ રોડ પર આવેલી રાજ નગર સોસાયટીમાં પાણીની સમસ્યા
- રજૂઆત કરવામાં આવી છતાં સમસ્યાનું નિરાકરણ નહીં
- મહિલાઓએ માટલાં ફોડી વિરોધ નોંધાવ્યો
વડોદરા: શહેરના ડભોઇ રિંગ રોડ પર આવેલી રાજ નગર સોસાયટીમાં છેલ્લાં ઘણાં સમયથી પાણીની સમસ્યા ઉદભવી છે. આ અંગે વિસ્તારના કાઉન્સેલર વોર્ડ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કમરતોડ વેરો ભરવા છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા આ વિસ્તારની મહિલાઓએ માટલાં ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું.