વડોદરા: શહેરના છાણી નવાયાર્ડ વિસ્તારમાં રહેતી અને ગોધરા ખાતે લગ્ન બાદ સંતાન નહીં થતાં મેડિકલ સારવાર લીધી પણ સંતાન પ્રાપ્તી ન થતાં પરિણીતાને પતિએ દસ લાખ રૂપિયાનું દહેજ માંગી તરછોડી દીધી હોવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પરિણીતાએ સંતાન પ્રાપ્તી માટે બે વખત IVF અને બે વખત IUI પ્રોસેસ કરાવી હતી પરંતુ સંતાન પ્રાપ્તી થયું નોહતું. જેથી પતિ પત્નીને મ્હેણા મારતો હતો કે તારા કરતા સારી છોકરી મને મળતી હતી. તારી સાથે લગ્ન કરીને હું બરબાદ થઇ ગયો છું.
બે વખત IVF અને IUI છતાં સંતાન ન થતાં પતિએ પત્ની પાસે દહેજ માંગ્યું - undefined
બે વખત IVF અને IUIની પ્રક્રિયા કરાવવા છતાં સંતાન ન થતાં પતિએ દસ લાખનું દહેજ માંગી પત્નીને તરછોડી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. નિઃસંતાન યુવતીની પોલીસના પડતા કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. મહિલાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આવો છે કેસઃશહેરના છાણી વિસ્તારમાં રહેતી યુવતી પાંચ વર્ષ પહેલા ગોધરામાં રહેતા હેમંતકુમાર રાણા સાથે લગ્ન થયા હતા. લગ્નના દોઢ વર્ષ સુધી બંને એક બીજા સાથે યોગ્ય રીતે સાંસારિક જીવન જીવી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ સંતાન ન થતા પતિ અને સાસરીયા દ્વારા ત્રાસ ગુજારવાનું શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન પરિણીતાને જાણ થઇ હતી કે પતિના અન્ય યુવતીઓ સાથે આડા સંબંધ છે. જેના પુરાવા પણ પતિના મોબાઇલમાં હતા. પરિણીતાએ પતિના આવા વ્યવહાર અંગે ટોકતા પતિએ પરિણીતાને માર માર્યો હતો. તેમજ મોબાઇલ પણ ફોર્મેટ કરી દીધો હતો.
મારી નાંખવા ધમકીઃગત ઓગસ્ટ મહિનામાં પતિ અને સાસરીયાઓએ પરિણીતાને માર માર્યો હતો અને સારવાર માટે દવાખાને લઇ જવી પડી હતી. તેમજ પરિણીતાને પિતાને ફોન કરીને અપશબ્દો પણ કહ્યા હતા. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાસુ-સસરાએ પણ ધમકી આપી હતી કે તમારી છોકરી સંતાન જણતી નથી, તેને રાખીને કોઇ ફાયદો નથી. મારા દિકરા હેમંત માટે બીજી પત્ની લાવવી છે, તમે છૂટાછેડા આપી દો. નહીં તો તમારી દીકરીને ગમે ત્યાં પતાવી દઇશું. જેથી ગભરાઇ ગયેલી પરિણીતા સાસરી ગોધરાથી પિયર વડોદરા આવી ગઇ હતી. આ મામલે પરિણીતાએ પતિ અને સાસરિયા સામે મારઝૂડ, દહેજ, ત્રાસ આપ્યા સહિતના આક્ષેપ કરી મહિલા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે.
TAGGED:
vadodara