અમદાવાદઃ 1990ના દાયકામાં દેશ વિરોધી પ્રવૃતિઓ માટે જે ગુનેગાર મોસ્ટ વોન્ટેડ હતો તે દાઉજ આજે વિશ્વનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે. દાઉદ ઇબ્રાહિમનો એક કોર્ટ કેસ હજૂ પણ વડોદરા કોર્ટમાં પેન્ડિંગ છે. દાઉદ ઈબ્રાહિમ જ્યારે ગુનાની દુનિયામાં પોતાનો દબદબો ઊભો કરવાનો પ્રયાસ કરતો હતો ત્યારે એને વડોદરા ખાતે પકડવામાં આવ્યો હતો અને તેની પર આર્મ્સ એક્ટના ભંગ અંગે ત્રણ કોર્ટ કેસીસ ચલાવવામાં આવ્યા હતા. દાઉદ રાવપુરા-સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ માટે હજૂ પણ વોન્ટેડ ગુનેગાર છે.
મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઈબ્રાહિમનું ગુજરાત કનેકશન, વડોદરા કોર્ટમાં દાઉદ વિરુદ્ધ આર્મ્સ એક્ટ ભંગનો કેસ હજી પણ પેન્ડિંગ - અબ્દુલ લતીફ
દાઉદ ઇબ્રાહિમ ભારત અને વિશ્વનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ છે. દેશના 1993ના સીરિયલ બોમ્બ બ્લાસ્ટ સહિત અનેક આતંકવાદી પ્રવૃતિઓ અને ભારત વિરોધી ગતિવીધીઓના દોરી સંચારના કારણે દાઉદ ઇબ્રાહિમ ભારતનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ગણાય છે. હાલ પાકિસ્તાનમાં આશરો લીધેલ દાઉદ ઇબ્રાહિમ વિરુદ્ધ કોર્ટ કેસ હજૂ પણ ગુજરાતની કોર્ટમાં પેન્ડિંગ છે. શું છે એ કેસ અને ગુજરાત સાથે દાઉદ ઈબ્રાહિમના કનેકશન વિશે જાણો વિગતવાર આ અહેવાલમાં...Doud Ibrahim Vadodara Court Gujarat Connection
Published : Dec 18, 2023, 3:29 PM IST
|Updated : Dec 18, 2023, 4:25 PM IST
દાઉદ વિરુદ્ધ કેસ: વડોદરા કોર્ટમાં દાઉદ વિરુદ્ધ આર્મ્સ એક્ટ ભંગનો કેસ હજૂ પણ પેન્ડિંગ છે. વર્ષ 1983માં 11 જૂનના રોજ દાઉદ તેના બોડિગાર્ડ સાથે વડોદરાના મકરપુરા રિંગ રોડ પરથી પસાર થતો હતો. આ સમયે તેના બોડિગાર્ડથી ભૂલથી ફાયરિંગ થઈ ગયું અને ગોળી સીધી દાઉદના ગળાના ભાગે વાગી હતી. દાઉદને વડોદરાની સર સયાજીરાવ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. દાઉદને વોર્ડ નં. બી-1ના બેડ નં.14 પર દાખલ કરવામાં આવ્યો હતો. વડોદરા પોલીસને બાતમી મળી હતી કે દાઉદને મળવા કુલ ચાર લોકો હથિયાર સાથે આવી રહ્યા છે. આ ચાર લોકોમાં મોહમ્મદ ચૂનાવાલા, ચંદ્રશેખર ગઢવી, નરેન્દ્ર બારીયા અને અરવિંદ જાડેજાનો સમાવેશ થતો હતો. પોલીસે આ ચારેય પાસેથી 3 રિવોલ્વર, 2 પિસ્તોલ અને ગોળીઓ જપ્ત કરી હતી. પોલીસે દાઉદની પણ ધરપકડ કરીને રાવપુરા-સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ અને આર્મ્સ એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધી હતી. વડોદરા કોર્ટમાં દાઉદ વિરુદ્ધ 3 કેસ ચાલ્યા હતા. જેમાંથી આર્મ્સ એક્ટનો 1 કેસ હજૂ પણ પેન્ડિંગ છે.
અમદાવાદનો લતીફ દાઉદનો દુશ્મનઃ 1980ના દાયકામાં અમદાવાદનો ડોન તરીકે ઓળખાતો અબ્દુલ લતીફ પોતાની તાકાત વધારવા અને દારૂના ધંધામાં પોતાની મોનોપોલી સ્થાપવા માટે પોતાની ગેંગ અને વેપારનો વિસ્તાર કરતો હતો. ગુજરાતમાં અબ્દુલ લતીફને તાકાતવાર બનતો જોઈને દાઉદ ઇબ્રાહિમે લતીફને પડકારવાનું શરુ કર્યું, આરંભમાં અબ્દુલ લતીફે મુંબઇના એ સમયના ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ સામે દુઃશ્મની વહોરી પણ 1992ના કોમી તોફાનો બાદ અબ્દુલ લતીફ અને દાઉદ ઇબ્રાહિમ વચ્ચે દુશ્મનીનો અંત આવ્યો હતો. 1997માં અબ્દુલ લતીફનું એન્કાઉન્ટર થતા ગુજરાતના ડોનનો અંત આવ્યો હતો.