- કોરોનામાં મહત્વનું યોગદાન આપનાર મેડિકલ ટીચર્સ અને ડૉક્ટરોના પડતર પ્રશ્ન હલ કરવા માંગ
- 7માં પગાર પંચ મુજબ પગાર ધોરણ અને 2012થી અનેક માંગો પૂર્ણ કરવા આવેદન
- પડતર પ્રશ્નોને સરકાર હલ નહીં કરે તો આંદોલન અને હડતાળની ચીમકી અપાઈ
વડોદરા:કોરોનાની મહામારી વચ્ચે શહેરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી છે. વર્ષ 2008થી બાકી રહેલી બઢતી અંગે સરકાર નિર્ણય લે તેવી માંગ કરી રહ્યા છે. આ સાથે જ, 7માં પગાર પંચના લાભથી પણ સરકારી તબીબો વંચિત છે. આથી, તેમણે અલગ અલગ 15 માંગણીઓના લઈને સરકારને આવેદનપત્ર આપ્યા છતાં હજી સુધી પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે, હવે આ તબીબોએ હડતાલ પર ઉતરવાના સંકેતો આપ્યા છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનમાં એડિશનલ સુપ્રિટેનડેન્ટ કક્ષાના વિભાગીય વડા અને અનેક સિનિયર તબીબો દ્વારા પોતાની માંગણીઓને લઈને બેઠક યોજાઈ હતી.
બરોડા મેડિકલ કોલેજ ખાત્તે પ્રોફેસર્સ અને ડોક્ટર્સની બેઠક, સરકાર સામે હડતાળની ચીમકી આ પણ વાંચો:ભુજ જનરલ હોસ્પિટલમાં કર્મચારીઓને છૂટા કરાતા અન્ય કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન
રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડ વધારવામાં ગલ્લા તલ્લા
કોરોનાની માહામારીમાં દરેક તબીબ રેસિડેન્ટ, અભ્યાસ, પરિવાર બધું છોડીને કોવિડના દર્દીઓની પાછળ વધુમાં વધુ સમય આપી કામ કરી રહ્યા છે. ડોક્ટર્સની અછત દૂર કરવા MBBS પાસ કરનાર ડૉક્ટરને સરકાર તાત્કાલિક 60 હજારના 1. 25 લાખ આપી ભરતી કરાઈ રહી છે. ત્યારે, રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડ વધારવામાં ગલ્લા તલ્લા કરાઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, દરેક રેસિડેન્ટ પોતાનું કેરિયર બગાડીને કોવિડમાં કામ કરી રહ્યો છે. દર 3 વર્ષે સરકારના નિયમ મુજબ સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો થવો જોઈએ એ માંગ કરી રહ્યા છીએ. આ તબીબોએ કહ્યું કે, 60 હજારની જગ્યાએ લીગલ 84 હજાર મળશે પછી જ કામે ચઢીશું. ICUમાં 10 મિનિટે દર્દીનું મોનિટરીંગ ખૂબ જ જરૂરી હોય છે આમ છતાં, અમને અમારી ચિંતા નથી પણ દર્દીની ચિંતા રાખી કામ કરતા હતા છતાં સરકારને અમારી પડી નથી એટલે હવે સ્ટાઈપેન્ડ માટે સ્ટ્રાઈક એજ એક વિકલ્પ બની ગયો છે
આ પણ વાંચો:કરમસદ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા MBBSના વિદ્યાર્થીઓની હડતાળ