ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત ડીડીઓ એ કરી રદ

વડોદરા: જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત માટે નક્કી કરેલા સમય મુજબ બપોરે ૧૨ કલાકથી પંચાયતના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બોલાવેલી સભામાં એક પણ સદસ્ય પણ હાજર રહ્યો ન હતો. આથી, જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હવે ઉપપ્રમુખ મુબારક પટેલ સામેની અવિશ્વાસની દરખાસ્તની અરજીને રદ કરી દેવામાં આવી હતી.

વડોદરા

By

Published : Oct 24, 2019, 8:26 PM IST

૩૬ સભ્યો સાથે ચાલતી વડોદરા જિલ્લા પંચાયતમાં પહેલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી અને નવા પ્રમુખ તરીકે ઈલિયાસ ચૌહાણના ચાર્જ સંભાળવાના દિવસે જ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુબારક પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત માટેની અરજી કરાઇ હતી, ત્યારે બે દિવસ પહેલા એટલે કે 22 ઓક્ટોબરના રોજ ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત માટેની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. પરંતુ, આ દિવસે જિલ્લા પંચાયતના 36 સભ્યોમાંથી એક પણ સભ્ય હાજર ન રહેતાં જિલ્લા વિકાસ અધિકારીએ સભા મુલતવી રાખી હતી અને ફ્લોર ટેસ્ટ માટે નવી તારીખ 24 ઓક્ટોબર જાહેર કરી હતી, ત્યારે નક્કી કરેલા સમય મુજબ બપોરે ૧૨ કલાકથી પંચાયતના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બોલાવેલી સભામાં એક પણ સદસ્ય હાજર ન રહ્યો હતો અને વધુ એક વખત આ અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હવે ઉપપ્રમુખ મુબારક પટેલ સામેની અવિશ્વાસની દરખાસ્તની અરજીને રદ કરી દેવામાં આવી હતી.

વડોદરા જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રદ કરવામાં આવી

ABOUT THE AUTHOR

...view details